Connect Gujarat
ગુજરાત

આવતી કાલે નરેશ પટેલ કરી શકે છે મોટી જાહેરાત, PM આટકોટ આવી રહ્યા છે એ પહેલાં નક્કર જાહેરાત કરશે

ખોડલધામના ચેરમેન અને પાટીદાર આગેવાન નરેશ પટેલ રાજકારણમાં સક્રિય થશે, કઇ પાર્ટીમાં જોડાશે તે અંગે છેલ્લા ત્રણ મહિનાથી અનેક વાતો વહેતી થઇ હતી,

આવતી કાલે નરેશ પટેલ કરી શકે છે મોટી જાહેરાત, PM આટકોટ આવી રહ્યા છે એ પહેલાં નક્કર જાહેરાત કરશે
X

ખોડલધામના ચેરમેન અને પાટીદાર આગેવાન નરેશ પટેલ રાજકારણમાં સક્રિય થશે, કઇ પાર્ટીમાં જોડાશે તે અંગે છેલ્લા ત્રણ મહિનાથી અનેક વાતો વહેતી થઇ હતી, નરેશ પટેલે પણ પોતે રાજકારણમાં જોડાવા ઇચ્છુક છે તેવી વાત કર્યા બાદ મુદત પર મુદત નાખી અનેક રહસ્યો સર્જ્યા હતા ત્યારે બુધવારે નરેશ પટેલે મીડિયા કર્મચારીઓને સામેથી આમંત્રિત કર્યા છે, નરેશ પટેલ રાજકારણમાં સક્રિય થશે કે નહીં તે એ દિવસે સ્પષ્ટ થઇ જશે તેવા સંકેતો મળી રહ્યા છે.

થોડાંક દિવસો અગાઉ નરેશ પટેલે પાટીદાર નેતાઓ સાથે 45 મિનિટ સુધી બેઠક કરી હતી. દિલ્હીમાં પણ નેતાઓની મુલાકાત કરીને પરત આવતા નરેશ પટેલ મીડિયા સમક્ષ જોખીજોખીને બોલતા હતા, અને મીડિયાના કર્મીઓ સામેથી સંપર્ક કરવાનો પ્રયાસ કરતા ત્યારે તેમનો સંપર્ક થઇ શકતો નહોતો, આમ પટેલ હેતુપૂર્વક રહસ્ય સર્જી રહ્યા હતા, પરંતુ તા.25ને બુધવારે સાંજે નરેશ પટેલે તેમના ફાર્મહાઉસે મીડિયા કર્મચારીઓ સાથે સ્નેહમિલન યોજ્યું છે, આમંત્રણમાં તો માત્ર સ્નેહમિલનનો જ ઉલ્લેખ છે પરંતુ તા.28ના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી આટકોટ આવી રહ્યા છે તે પૂર્વે નરેશ પટેલ પોતાનું રાજકીય ચિત્ર સ્પષ્ટ કરી દેશે તેવા એંધાણ વર્તાઇ રહ્યા છે.

ખોડલધામમાં યોજાયેલી આ બેઠકમાં કોંગ્રેસના પાટીદાર નેતા હાર્દિક પટેલ, પાટીદાર નેતા દિનેશ બાંભણિયા,પાસના કન્વીનર અલ્પેશ કથીરિયા ઉપસ્થિત રહ્યાં હતા. આ બેઠકમાં ગ્રામ્ય વિસ્તારોમાં વિકાસ, યુવાનો પર થયેલા કેસ પરત ખેંચવા, રાજકીય પ્રવેશ, હાર્દિક પટેલના રાજકારણ વગેરે મહત્વના મુદ્દે ચર્ચા થઈ હતી. આ દરમિયાન નરેશ પટેલે જણાવ્યું હતું કે, 'મારે રાજકારણમાં જવું કે નહીં અને કયા પક્ષમાં જોડાવું તે આગામી દિવસોમાં વધુ ચર્ચા બાદ જાહેર કરીશ. હાર્દિક એટલો મેચ્યોર છે કે જે મને સમજાવી શકે છે.' હાર્દિક પટેલના કોંગ્રેસ સાથેના વિવાદ અને ભાજપમાં જોડાવાની અટકળો અંગે પૂછાયેલા પ્રશ્ન અંગે નરેશ પટેલે કહ્યું કે, 'હાર્દિકનો સ્વતંત્ર નિર્ણય છે કે તેને ક્યાં પક્ષમાં જવું ક્યાં પક્ષમાં ન જવું.'

Next Story