Connect Gujarat
ગુજરાત

વડોદરા : ડ્રગ્સના બંધાણી યુવાનો વધુ નશો કરશે તેવું માની પંજાબથી "હેરોઇન" લઈ આવનાર 2 શખ્સો ઝડપાયા

રાજ્યામાં વધી રહેલા ડ્રગ્સના દુષણને ડામવા રાજ્ય સરકાર અને રાજ્યની પોલીસ સહિત અનેક એજન્સીઓ વિપુલ પ્રમાણમાં દરિયાઇ માર્ગે ચાલતો ડ્રગ્સનો કાળો કારોબર ઝડપી પાડવમાં કેટલીક હદે સફળ રહીં છે.

વડોદરા : ડ્રગ્સના બંધાણી યુવાનો વધુ નશો કરશે તેવું માની પંજાબથી હેરોઇન લઈ આવનાર 2 શખ્સો ઝડપાયા
X

રાજ્યામાં વધી રહેલા ડ્રગ્સના દુષણને ડામવા રાજ્ય સરકાર અને રાજ્યની પોલીસ સહિત અનેક એજન્સીઓ વિપુલ પ્રમાણમાં દરિયાઇ માર્ગે ચાલતો ડ્રગ્સનો કાળો કારોબર ઝડપી પાડવમાં કેટલીક હદે સફળ રહીં છે. ડ્રગ્સનુ નેટવર્ક દુશમની દેશથી ભારતમાં ધુસાડવાનું ષડયંત્ર હોવાનું અનેક કિસ્સાઓમાં સામે આવ્યું છે.

તાજેતરમાં જ ગુજરાતના બંદરો પરથી મોટા પ્રમાણમાં હજારો કરોડનુ ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું છે. તેવામાં હવે ગુજરાતમાં ડ્રગ્સનુ નેટવર્ક પંજાબથી ચાલતુ હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ગત. તા. 14 ફેબ્રુઆરી એટલે કે, વેલેન્ટાઇન-ડે બે પ્રેમીઓના મિલન દિવસ તરીકે વિશ્વભરમાં ઉજવવામાં આવે છે. ખાસ કરીને આ દિવસનું મહત્વ યુવાનોમાં વધારે જોવા મળે છે, ત્યારે ડ્રગ્સનો કાળો કરોબાર ચલાવતા અને ડ્રગ્સના બંધાણી યુવાનો આ દિવસે ડ્રગ્સનું વધુ સેવન કરશે તેવુ માની સુરજીતસિંગ સહેલસિંગ સોવંતે (અંકલજી) થોડા સમય પહેલા આલ્કેલોઇડ (હેરોઇન)નો જથ્થો પંજાબથી લઇ વડોદરા આવ્યો હતો. સુરજીતસિંગ વડોદરાના યુવાનોને ડ્રગ્સ પુરૂ પાડી તેમને બંધાણી બનાવી રહ્યો હતો. ડ્રગ્સનું નેટવર્ક ચલાવતો સુરજીતસિંગ "અંકલજી" નામથી ખુબ પ્રખ્યાત હતો. અંકલજી પાસે ડ્રગ્સ લેવા આવતા યુવાનો "ચટ્ટા, સામાન" જેવા જુદા-જુદા કોડનો ઉપયોગ કરી ડ્રગ્સ મેળવી તેનું સેવન કરતા હતા.

અંકલજી અને તેનો સાગરીત સતનામસિંગ નરનજનસિંગ સંધુ (જાટ) (રહે. નંદેસરી અમૃતસરી હોટલમાં, વડોદરા) તથા પરગટસિંઘ અજાયબસિંઘ બરથ (રહે. જય યોગેશ્વર નગર, સમા, વડોદરા)નાઓ શહેરમાં ડ્રગ્સનું નેટવર્ક ચલાવી રહ્યાં હોવાની જિલ્લા એસ.ઓસ.જીને માહિતી મળી હતી. આ માહિતીના આધારે જિલ્લા એસ.ઓ.જીની ટીમ નેશનલ હાઇવે નં-48 પરની દુમાડ ચોકડી પાસે વાહન ચેકિંગમાં ગોઠવાય હતી. માહિતી મુજબની બાઇક પર સવાર બે શખ્સ પોલીસની નજરે ચઢતા તેમને રોકી તપાસ કરતા 7 ગ્રામ 300 મીલીગ્રામ આલ્કેલોઇડ (હેરોઇન) મળી આવતા સુરજીતસિંગ અને સતનામસિંગને દબોચી લેવામાં આવ્યાં હતા, જ્યારે આ નેટવર્કમાં શામેલ અન્ય એક સાગરીત પરગટસિંઘની પોલીસે શોધખોળ હાથ ધરી છે.

Next Story