Connect Gujarat
ગુજરાત

વલસાડ : 12થી 14 વર્ષની વયજુથ માટેના રસીકરણના શુભારંભે 2858 બાળકોને રસી અપાય...

સમગ્ર ગુજરાતમાં ૧રથી ૧૪ વર્ષની વયજૂથના બાળકોને કોવિડ-૧૯ની રસી આપવાના રાજ્‍યવ્‍યાપી કાર્યક્રમ અન્‍વયે વલસાડ જિલ્લા આરોગ્‍ય વિભાગ દ્વારા ભારત સરકારની માર્ગદર્શિકા મુજબ રસીકરણની સફળતાપૂર્વક શરૂઆત કરવામાં આવી છે.

વલસાડ : 12થી 14 વર્ષની વયજુથ માટેના રસીકરણના શુભારંભે 2858 બાળકોને રસી અપાય...
X

સમગ્ર ગુજરાતમાં ૧રથી ૧૪ વર્ષની વયજૂથના બાળકોને કોવિડ-૧૯ની રસી આપવાના રાજ્‍યવ્‍યાપી કાર્યક્રમ અન્‍વયે વલસાડ જિલ્લા આરોગ્‍ય વિભાગ દ્વારા ભારત સરકારની માર્ગદર્શિકા મુજબ રસીકરણની સફળતાપૂર્વક શરૂઆત કરવામાં આવી છે.

શિક્ષણ અને સંકલિત બાળ વિકાસ વિભાગ સહિત અન્‍ય સંબંધિત વિભાગોના સહયોગથી આ રસીકરણ ઝૂંબેશમાં પાત્રતા ધરાવતા તમામ બાળકોને આવરી લેવાનું સુચારુ આયોજન કરાયું છે. આ અભિયાનના પ્રથમ દિવસે એટલે કે, તા. ૧૬/૩/૨૦૨૨ના રોજ સાંજના ૪-૩૦ વાગ્‍યા સુધીમાં વલસાડ જિલ્લાના ૨૮૫૮ બાળકોને રસી આપવામાં આવી હતી. જેમાં વલસાડ તાલુકાના ૮૫૧, પારડી તાલુકાના ૨૧૪, વાપી તાલુકાના ૧૦૨૫, ઉમરગામ તાલુકાના ૬૦૫, ધરમપુર તાલુકાના ૫૦ અને કપરાડા તાલુકાના ૧૧૩ બાળકોનો સમાવેશ થાય છે. આ કામગીરીમાં આરોગ્‍યકર્મીઓ, શાળાના શિક્ષકો, આંગણવાડીવર્કરો તથા અન્‍ય પદાધિકારીઓની સહયોગ પ્રાપ્‍ત થયો છે. વલસાડ જિલ્લાના તમામ તાલુકાઓમાં ૧૨થી ૧૪ વર્ષની વયજૂથના બાળકોમાં કોવિડ-૧૯ રસીકરણ માટે અનેરો ઉત્‍સાહ જોવા મળી રહ્યો છે. જિલ્લાના તમામ પાત્રતા ધરાવતા બાળકોને કોવિડ-૧૯થી સુરક્ષિત કરી, કોરોના વાઇરસના સંક્રમણથી બચાવવા રસીકરણનો પ્રચાર-પ્રસાર, ગૃહ મુલાકાત લઇ રસીકરણ પ્રત્‍યે જનજાગૃતિ કેળવી રસીકરણનો વ્‍યાપ વધારવા તમામ પ્રયાસો હાધ ધરવામાં આવી રહ્યા હોવનું મુખ્‍ય જિલ્લા આરોગ્‍ય અધિકારી ડો. અનિલ પટેલ દ્વારા જણાવાયું છે.

Next Story