Connect Gujarat
ગુજરાત

વલસાડ : ગુંદલાવ નજીક મોટરકારના વર્કશોપમાં લાગી ભીષણ આગ, પોલીસ સહિત ફાયર ફાઇટરો દોડ્યા

વલસાડ જિલ્લાના ગુંદલાવ નજીક મોટરકારના વર્કશોપમાં આગ લાગતાં દોડધામ મચી જવા પામી હતી. બનાવની જાણ થતાં જ વલસાડ પોલીસ સહિત ફાયર વિભાગનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો.

X

વલસાડ જિલ્લાના ગુંદલાવ નજીક મોટરકારના વર્કશોપમાં આગ લાગતાં દોડધામ મચી જવા પામી હતી. બનાવની જાણ થતાં જ વલસાડ પોલીસ સહિત ફાયર વિભાગનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો.

મળતી માહિતી અનુસાર, ગુંદલાવ હાઇવે નજીક આવેલા કેરવેલ નામના મોટરકારના વર્કશોપમાં વહેલી સવારે અચાનક આગ લાગી હતી. વર્કશોપના પાછળના ભાગે સ્ટોર કરવામાં આવેલા જ્વલનશીલ પદાર્થ અને કેમિકલના જથ્થામાં આગ પ્રસરતા થોડી જ વારમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. બનાવની જાણ થતાં જ વલસાડ પોલીસ સહિત ફાયર વિભાગનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી આવ્યો હતો, ત્યારે આગનું વિકરાળ સ્વરૂપ જોતાં અતુલના ફાયર ફાઈટરની ટીમને પણ મદદ માટે બોલાવવામાં આવી હતી. ઘટના સ્થળ પર 3થી વધુ ફાયર ટેન્ડરોની મદદથી ભારે જહેમત બાદ સમગ્ર આગ પર કાબુ મેળવાયો હતો. પરંતુ વર્કશોપમાં રાખવામાં આવેલો ઓઇલ અને કેમિકલનો જથ્થો બળતા 2 મોટર કાર, 1 મોટરસાયકલ અને 1 ટેમ્પો સહિતના વાહનો પણ આ આગની ઝપેટમાં આવી ગયા હતા. જોકે, સદનસીબે આ ઘટનામાં કોઇ જાનહાનિ નહીં થઇ હોવાનું જાણવા મળ્યું છે. આ ઉપરાંત આગ લાગવાનું ચોક્કસ કારણ પણ હજુ સુધી જાણી શકાયું નથી.

Next Story