વલસાડ જીલ્લામાં બેટી બચાઓ બેટી પઢાઓ યોજના અંતર્ગત જિલ્લા મહિલા અને બાળ અધિકારી તેમજ દહેજ પ્રતિબંધક અધિકારી, ડિસ્ટ્રીક હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વુમન DHEW કર્મચારી દ્વારા ધરમપુરના અતુલ ઇન્સ્ટિટ્યૂટ ખાતે ડ્રોપ આઉટ કિશોરીઓને વોકેશનલ ટ્રેનિંગમાં પ્રવેશ અપાવવા માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં જિલ્લા મહિલા અને બાળ અધિકારી દ્વારા ડ્રોપઆઉટ કિશોરીઓને સ્કીલ ડેવલપમેન્ટ તાલીમ લેવા વિગતવાર માહિતી આપી હતી. દહેજ પ્રતિબંધક અધિકારી દ્વારા મહિલાલક્ષી યોજનાની માહિતી આપવામાં આવી હતી. અતુલ ઇન્સ્ટિટ્યૂટના પ્રિન્સિપાલ દ્વારા સંસ્થામાં ચલાવવામાં આવતા વિવિધ કોર્ષની વિગતવાર માહિતી પીપીટી દ્વારા માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં કુલ ૩૮ ડ્રોપ આઉટ કિશોરીઓ અને તેમના વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં કુલ ૨૧ ડ્રોપ આઉટ કિશોરીઓએ વિવિધ ટ્રેનિંગમાં એડમિશન લેવામાં આવ્યા છે. DHEW દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી. તમામ ડ્રોપઆઉટ કિશોરીઓ અને તેમના વાલીઓને ટ્રેનિંગ સેન્ટરની મુલાકાત કરાવવામાં આવી હતી.