ગુજરાત રાજય આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા સામાજીક વ્યવહાર પરિવર્તન પ્રત્યાયન સ્ટ્રેટેજી કાર્યક્રમ અંતર્ગત એ.એક્ષ.એન. રીસોર્ટ-ચણવઇ ખાતે બે દિવસીય વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ વર્કશોપમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. અનિલ પટેલે જિલ્લામાં કુપોષણની સ્થિતી સુધારવા માટે બાળકોનું સી.એમ.એ.એમ. કાર્યક્રમ અંતર્ગત સમયસર તપાસ સારવાર આપવા તથા વધુ સારવારની જરૂ૨ જણાયે બાળકોને સી.એમ.ટી.સી./એન.આર.સી. ખાતે રિફર કરી, બાળકને તંદુર૨ત બનાવવા પ્રયત્નો કરવા અંગેના જરૂરી સુચનો આપ્યા હતા.
વલસાડ જિલ્લા પંચાયત આરોગ્ય શાખાના આર.સી.એચ.ઓ.એ જિલ્લામાં કુપોષણની સ્થિતી અંગેનો ચિતાર આપી તેના નિવારણ અંગેના મુદ્દા પર ચર્ચા કરવામાં આવી હતી. યુનિસેફ સંસ્થાના ડો. કવિતા શર્મા, ન્યુટ્રીશીયન સ્પેશીયાલીસ્ટ તથા તેમની ટીમ દ્વારા કુપોષણ વિષયે વિગતવાર સમજ આપવામાં આવી. તેમણે જણાવ્યું હતું કે, આ વર્કશોપનો મુખ્ય ઉદ્દેશ સામાજીક વ્યવહાર પરિવર્તન પ્રત્યાયનને વધુ અસરકારક બનાવવાનો છે. મેડીકલ કોલેજ વલસાડના ડૉ. સુનિલ નાયકે આભારવિધિ આટોપી હતી. આ વર્કશોપમાં જી.એમ.ઇ.આર.એસ. મેડિકલ કોલેજના અધિકારીઓ, તાલુકા હેલ્થ ઓફિસર, આઇ.ઇ.સી. અધિકારી, આયુષ મેડિકલ ઓફિસર, ફિમેલ હેલ્થ સુપરવાઇઝર, આર.બી.એસ.કે. મેડીકલ ઓફિસર, આશા બહેનો તેમજ આઇ.સી.ડી.એસ. શાખાના સ્ટાફ હાજર રહયા હતા.