વલસાડ : વટાર ખાતે 66 KV સબસ્ટેશનનું રાજ્યમંત્રીના હસ્તે ભૂમિપૂજન કરાયું, 3 હજારથી વધુ વીજગ્રાહકોને લાભ મળશે

New Update

વલસાડ જિલ્લાના વાપી તાલુકાના વટાર ખાતે રાજ્યના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુ દેસાઈના હસ્તે ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ (જેટકો) સંચાલિત અંદાજિત રૂ. ૩૧.૫ ખર્ચે બનનારા ૬૬ કે.વી. વટાર સબ સ્ટેશનનું ભૂમિપૂજન કરાયું હતું.

Advertisment

સબ સ્ટેશનના ભૂમિપૂજન વેળાએ મંત્રીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની તાજેતરની વીજ કટોકટીના સમયે કરેલી ઉત્કૃષ્ટ કામગીરીની પ્રશંસા કરતા કહ્યું હતું કે, દરેક વ્યક્તિને સરખી વિજળી મળી રહે એ માટે આ સબ સ્ટેશન ખૂબ જ મહત્વપૂર્ણ બની રહેશે. આવતા ચોમાસા સુધી આ સબ સ્ટેશનને કાર્યરત કરવાનો પ્રયત્ન રહેશે એવી ખાતરી આપું છું. પહેલા ગુજરાતમાં ૧૭૦૦ મેગાવોટ વીજ વપરાશ થતો હતો, જે હવે તે વધીને ૨૨૦૦ મેગાવોટ થયો છે. જે ગુજરાતના ઔધોગિક, ખેતીવાડી અને જીવન ધોરણમાં થયેલા સુધારાને દર્શાવે છે. રાજ્ય સરકારની કોસ્ટલ ગ્રાન્ટ હેઠળ ૩૦ એ.વી.એમ.ની ક્ષમતા ધરાવતા આ સબ સ્ટેશનમાં ૧૧ કે.વી. જે.જી.વાય અને એ.જી.ના કુલ ૪ ફિડરો તરકપારડી, રોયલવિલેજ સોસાયટી, વટાર અને કુંતા ખાતે સ્થાપિત કરવામાં આવશે. આ ૬૬ કે.વી. વટાર સબ સ્ટેશનના પ્રસ્થાપનથી સબ સ્ટેશનના ૮ કિલોમીટર વિસ્તારનાં વટાર, કુંતા, તરકપારડી, મોરાઈ તથા આજુબાજુના અનેક વિસ્તારોના ૩૩૮૭ રહેણાક, ૧૭૩ વાણિજ્ય, ૧૪ ઔધોગિક, ૪૧ વોટર વર્કસ, ૧૪ સ્ટ્રીટ લાઈટ, ૯૪ ખેતીવિષયક અને ૧૭ અન્ય મળી કુલ ૩૭૩૨ વિજગ્રાહકોને પૂરતા દબાણની વિજળીનો લાભ મળશે.

Advertisment
Latest Stories