વલસાડ : શ્રેષ્ઠ સખીમંડળો અને બેન્કર્સોનું સન્માન તેમજ સ્વસહાય જૂથોને લોન સહાય ચેકનું વિતરણ કરાયું

રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત મોરારજી દેસાઇ ઓડિટોરીયમ હોલ, વલસાડ ખાતે કલ્પસર અને મત્સ્યોદ્યોગ (સ્વતંત્ર હવાલો), નર્મદા, જળસંપતિ અને પાણી પુરવઠો વિભાગના રાજ્યકક્ષાના મંત્રી જીતુ ચૌધરીની અધ્યક્ષતામાં ક્રેડિટ કેમ્પ યોજાયો હતો.
વલસાડ જિલ્લાના કુલ ૧૩૫૯ સ્વસહાય જૂથોને રૂા. ૧૩.૫૯ કરોડનું કેશક્રેડિટ ધિરાણ અને ૨૩ ગ્રામ સખીસંઘને રૂા.૧.૬૧ કરોડનું કોમ્યુનિટી ઈન્વેસ્ટમેન્ટ ફંડની ફાળવણી કરાતાં કુલ રૂા. ૧૫.૨૦ કરોડની રકમ આ કેમ્પ દરમિયાન સ્વસહાય જૂથ અને ગ્રામ સખીસંઘોને ફાળવવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, વલસાડ જિલ્લામાં ૨૦૨૨-૨૩ના વર્ષમાં ૮૫૬ કેશ-ક્રેડિટ લોન ડિસ્બર્સ કરાવી સમગ્ર ગુજરાતમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે.
આ અવસરે પાણી પુરવઠા રાજ્યમંત્રી જીતુ ચૌધરીએ કેશ ક્રેડિટની લોન ડીસ્બર્સમાં સમગ્ર રાજ્યમાં વલસાડ જિલ્લાને પ્રથમ સ્થાન મેળવવા બદલ અભિનંદન પાઠવતાં જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમના ગુજરાતના મુખ્યમંત્રી કાર્યકાળ દરમિયાન સખીમંડળોની સ્થાપના કરી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સખીમંડળોને ફાળવવામાં આવેલી સસ્તા અનાજની દુકાનોનું મેનેજમેન્ટ સુવ્યવસ્થિત રીતે કરી રહી છે. સખીમંડળોમાં કામ કરતી મહિલાઓ તેમના પરિવારની જવાબદારીમાંથી સમય કાઢી દેશના વિકાસમાં સહભાગી બની રહી છે, જે ખરેખર અભિનંદનીય છે. સખીમંડળોને લોન આપવા માટે જિલ્લાની બેંકોએ આપેલા સહકાર થકી સફળતા મળી હોવાનું તેમણે વધુમાં જણાવ્યું હતું. સાંસદ ડો. કે.સી.પટેલે સખી મંડળોને અભિનંદન પાઠવી કેન્દ્ર સરકારની વિવિધ યોજનાકીય જાણકારી આપી હતી.
ભરૂચ : નર્મદા મૈયા બ્રિજના છેડે ત્રિપલ અકસ્માત, 3 વાહનો એકબીજા સાથે...
5 May 2022 4:27 PM GMTવડોદરા : મગરના મોઢામાં આવી ગયો યુવકનો મૃતદેહ, 3થી વધુ મગરો વચ્ચે...
7 Jun 2022 9:12 AM GMTભાવનગર :મહિલા પીએસઆઈ સાથે બનેલ દુષ્કર્મ કેસમાં અનેક ચોકાવનારા ખુલાસા...
3 April 2022 4:59 PM GMTભરૂચમાં સોશિયલ મીડિયાએ શું લીધો યુવતીનો ભોગ..?, યુવતીએ જાતે દુપટ્ટા...
10 Jun 2022 5:15 AM GMTભરૂચ : રાજ્યભરનો પ્રથમ કિસ્સો, શહેરની એક મહિલા કે જેણે વૈજ્ઞાનિક...
8 May 2022 12:38 PM GMT
અમદાવાદ: 145મી રથયાત્રા પૂર્વે મંગળા આરતી સંપન્ન, કેન્દ્રિય ગૃહમંત્રી...
1 July 2022 12:34 AM GMTભરૂચ : રથયાત્રા રૂટ પર પોલીસે યોજયું રિહર્શલ, આવતીકાલે 4 સ્થળે યોજાશે ...
30 Jun 2022 4:56 PM GMTરાજયમાં આજે 547 નવા પોઝિટિવ કેસ નોધાયા, 419 દર્દીઓ થયા સાજા
30 Jun 2022 4:47 PM GMTઅમદાવાદ: કોંગ્રેસ અને આપના આગેવાનો પહોંચ્યા ભગવાન જગન્નાથના દર્શને,...
30 Jun 2022 2:11 PM GMTઅમદાવાદ: ભગવાન જગન્નાથ માટે મહિલાએ બનાવ્યો ચોકલેટનો રથ,જુઓ શું છે...
30 Jun 2022 1:10 PM GMT