Connect Gujarat
ગુજરાત

વલસાડ : સ્‍પેશિયલ રસીકરણ કેમ્‍પમાં વેપારીઓ-સેવાકીય સંસ્‍થાઓના વ્‍યક્‍તિઓને રસીના ડોઝ અપાયા

વલસાડ : સ્‍પેશિયલ રસીકરણ કેમ્‍પમાં વેપારીઓ-સેવાકીય સંસ્‍થાઓના વ્‍યક્‍તિઓને રસીના ડોઝ અપાયા
X

વલસાડ જિલ્લામાં ગત રવિવારે યોજાયેલા સ્‍પેશિયલ રસીકરણ કેમ્‍પમાં વેપારીઓ-સેવાકીય સંસ્‍થાઓના ૧૦પ૬૭ વ્‍યક્‍તિઓનું રસીકરણ કરવામાં આવ્યું હતું.

સમગ્ર દેશ અને રાજ્‍યમાં ચાલી રહેલી કોરોના મહામારીના નિયંત્રણ માટે કોવીડ-૧૯ રસીકરણ અભિયાન અંતર્ગત તમામ દુકાનો, વાણિજિયક સંસ્‍થાઓ, લારી ગલ્લાઓ, શોપિંગ કોમ્‍પ્‍લેક્ષ, માર્કેટિંગ યાર્ડ, હેર કટિંગ સલૂન, બ્‍યુટી પાર્લર, રેસ્‍ટોરન્‍ટ, અઠવાડીક ગુજરી/બજાર/હાટ તેમજ અન્‍ય વ્‍યાપારિક ગતિવિધીઓ સાથે સંકળાયેલા વ્‍યક્‍તિઓનો પ્રથમ ડોઝ સુનિશ્‍ચિત થઈ શકે તે હેતુસર તા. ૨૫ જુલાઈને રવિવારે વલસાડ જિલ્લામાં વિવિધ ૬૫ સ્‍થળોએ સ્‍પેશિયલ રસીકરણ કેમ્‍પ યોજી ૧૦પ૬૭ વ્‍યક્‍તિઓનું રસીકરણ કરાયું હતું. વલસાડ તાલુકાના ૪૧૫૩, પારડી તાલુકાના ૯૪૫, વાપી તાલુકાના ૨૪૭૨, ઉમરગામ તાલુકાના ૧૬૪૪, ધરમપુર તાલુકાના ૮૪૪ અને કપરાડા તાલુકામાં ૫૦૯ વ્‍યક્‍તિઓનો સમાવેશ થતો હોવાનું જિલ્લા આરોગ્‍ય વિભાગ દ્વારા જણાવાયું છે.

Next Story