યુવાધનને યોગ તથા શારીરિક સશક્તા બનાવવાના હેતુથી વર્તમાન મોબાઇલ ટેકનોલોજીના વપરાશ સાથેના અભિગમથી "મોબાઇલ ટુ સ્પો ર્ટસ"ના અભિયાનની નવતર પહેલ કરવામાં આવી છે.
હાલના કોરોના મહામારીના વિષમ સંજોગોમાં ફેસબુક, વોટસઅપ, ઇન્ટાવતર ગ્રામ તથા વીડિયો ગેઇમ્સક જેવી પ્રવૃત્તિઓમાં અત્યંફત કિંમતી સમય વેડફતા યુવાધનને હકારાત્મરક રીતે ક્રિયાશીલ કરવા રમતગમતની પ્રવૃત્તિઓ તરફ આકર્ષિત કરવા એ સમયની તાતી જરૂરિયાત છે. યુવાધનનો શારીરિક અને માનસિક વિકાસ ઉત્તમ રીતે થાય તે હેતુથી રાજ્યછ સરકાર દ્વારા ૨૦૨૦-૨૧ના વર્ષમાં મોબાઇલ ટુ સ્પોથર્ટસની નવી યોજના મંજૂર કરી છે. આ યોજનાને ફેસબુક પેજ, યુ ટયુબ ચેનલ, રેડીયો કવીઝ, ગાયન સ્પંર્ધા ટેલીવિઝન તથા સોશિયલ મીડિયા સંબંધિત માધ્યનમો દ્વારા ખ્યાલતનામ ખેલાડીઓની વિગતો, ઓડિયો/ વિડીયો કલીપ રજૂ કરી યુવાનોને રમતગમતની પ્રવૃત્તિઓ માટે પ્રેરણા સહ આકર્ષિત કરવાના હેતુસર રમતગમત, યુવા અને સાંસ્કૃીતિક પ્રવૃત્તિઓ વિભાગ હસ્તહકની યુવક સેવા અને સાંસ્કૃૂતિક પ્રવૃત્તિઓની કચેરી તથા જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરીઓ દ્વારા સંયુક્તક રીતે ગાયન (સુગમ સંગીત, લગ્નગીત, શાસ્ત્રીયકંઠય સંગીત (હિન્દુસસ્તાંન), લોકગીત/ ભજન સ્પરર્ધાનું આયોજન કરવામાં આવ્યુંક છે. જેમાં જુદા-જુદા વયજૂથ પ્રમાણે કલાકારો ભાગ લઇ શકશે. જેમાં ૬ થી ૧૪ વર્ષ, ૧૫થી ૨૦ વર્ષ, ૨૧થી ૫૯ વર્ષ તેમજ ૬૦ વર્ષથી ઉપરના ઓપન વયજૂથમાં ભાગ લઇ શકશે.
ઉક્તય સ્પ૦ર્ધાની વીડિયો કલીપ તૈયાર કરી તા.૨૦/૦૮/૨૦૨૧ના રોજ બપોરના ૧૨-૦૦ વાગ્યાં સુધીમાં જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી, ૧૦૬, બી.એસ.એન.એલ. કચેરી, પોસ્ટન ઓફિસરની પાછળ, હાલર રોડ, વલસાડને મોકલી આપવાની રહેશે. જિલ્લાકક્ષાની સ્પગર્ધામાં પ્રથમ વિજેતાને રૂા. ૧,૦૦૦/- દ્વિતીયને રૂા.૭૫૦/- તેમજ તૃતીયને રૂા.૫૦૦ ઇનામ આપવામાં આવશે. રાજ્યંકક્ષાની સ્પ૦ર્ધામાંથી ૧૦ વિજેતા કલાકારોને પસંદગી કરાશે. તેઓ પૈકી પ્રથમ વિજેતાને રૂા.૨૫ હજાર, દ્વિતીય વિજેતાને રૂા.૧૫,૦૦૦/- તથા તૃતીય વિજેતાને રૂા. ૧૦ હજાર એમ ત્રણ ઇનામો અને બાકીના સાત વિજેતાઓને રૂા.૫,૦૦૦/- (પ્રત્યેંકને) મુજબ આશ્વાસન ઇનામો આપવામાં આવશે. આ અંગે વધુ જાણકારી માટે ફેસબુક પેજ તેમજ યુ-ટયુબ ચેનલની લીંક http://youtube.com/channel/UCzsjROvtHpN4rK_ensUaz-g ઉપરથી મળી શકશે, એમ જિલ્લા રમતગમત અધિકારી, વલસાડ દ્વારા જણાવાયું છે.