Connect Gujarat
ગુજરાત

હાર્દિક પટેલે આર્થિક આરક્ષણ મુદ્દે આપ્યું નિવેદન.... જાણો શું?

હાર્દિક પટેલે આર્થિક આરક્ષણ મુદ્દે આપ્યું નિવેદન.... જાણો શું?
X

અમને આર્થિક ધોરણે પણ અનામત આપવામાં આવશે તો પણ હું આંદોલન બંધ કરી દઈશ:હાર્દિક પટેલ

પાસ કન્વીનર હાર્દિક પટેલનું આર્થિક આરક્ષણ મુદ્દે નિવેદન સામે આવ્યું છે. હાર્દિક પટેલ પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે, જો અમને આર્થિક ધોરણે પણ અનામત આપવામાં આવશે તો પણ હું આંદોલન બંધ કરી દઈશ. ૧૫ થી ૧૮ ટકા આર્થિક અનામતના નામે લોલીપોપ સાબિત ન થવી જોઈએ. આર્થિક દ્રષ્ટિએ બધા જ સમાજને અનામત વિચારણાને સમર્થન મળવું જોઈએ.

તમને જણાવી દઈએ કે, ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલન ફરીથી વેગવંતુ બનાવવા માટે પાટીદાર અમાત આંદોલન સમિતિએ ધમધમાટ શરૂ કર્યો છે. ગઈકાલે પાસ કન્વીનરોની અમદાવાદમાં બેઠક મળી હતી. જેમાં તા. ૨૫મી ઓગસ્ટના ઉપવાસ આંદોલન અંગે ચર્ચા કરવામાં આવી હતી.

અગાઉ પાટીદાર નેતા હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, ૨૫મી ઓગસ્ટે ઉપવાસ થઈને જ રહેશે. પોલીસ મંજૂરી નહી આપે તો હાઈકોર્ટના દરવાજા ખટખટાવવામાં આવશે. તેમજ અવ્યવસ્થા ન સર્જાય તેનું ધ્યાન રાખવામાં આવશે અને જ્યાં ઝૂકવુ પડશે ત્યાં ઝૂકીશું.

Next Story
Share it