Connect Gujarat
આરોગ્ય 

થાઈરોઈડ ના દર્દીઓ માટે વજન ઘટાડવાની બેસ્ટ ટિપ્સ, ફોલો કરશો તો ફટાફટ ચરબી ઓગળી જશે

થાઈરૉઈડ હોર્મોન્સની ઉણપને હાઇપોથાઇરોઈડીઝમ કહેવામા આવે છે. આ બીમારી માત્ર મેટાબોલીઝમને જ નહીં પરંતુ આનાથી વજન પણ ઝડપથી વધવા લાગે છે.

થાઈરોઈડ ના દર્દીઓ માટે વજન ઘટાડવાની બેસ્ટ ટિપ્સ, ફોલો કરશો તો ફટાફટ ચરબી ઓગળી જશે
X

થાઈરૉઈડ હોર્મોન્સની ઉણપને હાઇપોથાઇરોઈડીઝમ કહેવામા આવે છે. આ બીમારી માત્ર મેટાબોલીઝમને જ નહીં પરંતુ આનાથી વજન પણ ઝડપથી વધવા લાગે છે. આમ જો થાઇરોઈડથી વજન વધી ગયું હોય અને તેને ઘટાડવા માંગતા હોવ તો ફોલો કરો આ ટિપ્સ

આજના ઘણા લોકો આ થાઇરોઈડની બીમારીનો ભોગ બને છે. આ બીમારીના અનેક પ્રકારના લક્ષણો છે પરંતુ વજન વધવું તે તેનું મુખ્ય લક્ષણ કહી શકાય. હાઇપોથાઇરોઈડિઝમના કારણે ભૂખ વધારે લાગતી હોય છે, જે વજન વધવા પાછળનું મુખ્ય કારણ છે. આમ વધતાં વજનને કંટ્રોલ કરવું જરૂરી છે નહિતર તને અનેક રીતે મોટાપાનો શિકાર બની જતાં હોવ છો.

એક સાથે પેટ ભરીને જમશો નહિ : જો તમને થાઈરૉઈડ છે અને તમારું વજન વધતું જાય છે. તો ખાસ એ વાતનું ધ્યાન રાખો કે ક્યારેય તમે એક સાથે પેટ ભરી ખાસો નહિ. આ માટે તમે થોડું થોડું ખાવાની આદત રાખો. આમ કરવાથી તમે વધતાં વજનને કંટ્રોલ કરી શકશો. આમ ભી થોડું થોડું ખાવાથી પાચન પણ સારું થાય છે.

આયોડિનની માત્રા વધારો : અનેક લોકોમાં આયોડિનની ઉણપ હોય છે. અને જો તમને થાઈરૉઈડ છે અને વજન ઓછું કરવાનું વિચારી રહ્યા છો તો ખાસ કરીને આયોડિનની માત્રા વધારો. થાઇરોઈડના દર્દીઓમાં આયોડિનની ઉણપ મેટાબોલીસમને સ્લો કરે છે. રિપોર્ટ અનુસાર જો તમે વજન ઘટાડી રહયા છો તો તમારે આયોડિનની માત્રા વધારવી જોઈએ.

ફાઈબર વધારો : પાચન અને મેટાબોલીઝમ હેલ્થ માટે અનેક રીતે ગુણકારી છે. આ માટે જમવામાં ફાઈબર પર્યાપ્ત માત્રમાં લો. આમ કરવાથી પાચન ક્રિયા સંતુલિત રહે છે. અને તમને વજન ઘટાડવામાં પણ મદદ કરે છે. આ માટે તમે લીલા શાકભાજી અને દાળને ડાયટમાં એડ કરો.

પોતાને હાઈડ્રેટ રાખો : ડિહાઈડ્રેશનથી તમે જલ્દીથી થાકી જાવ છો અને સાથે દુખાવો પણ થાય છે. એવામાં તમે પર્યાપ્ત માત્રામાં પાણી પીવો. પાણી પીવાથી તમને ભૂખ ઓછી લાગે છે અને સાથે થાઇરોઈડ પણ કંટ્રોલમાં રહે છે.

Next Story