Connect Gujarat
આરોગ્ય 

ડાંગ : "મહા રસીકરણ અભિયાન"માં વહીવટી તંત્રએ હાંસલ કરી અનોખી સિદ્ધિ..

ડાંગ : મહા રસીકરણ અભિયાનમાં વહીવટી તંત્રએ હાંસલ કરી અનોખી સિદ્ધિ..
X

ડાંગ જિલ્લામાં આયોજિત રવિવારના "મહા રસીકરણ અભિયાન"માં ડાંગ જિલ્લા વહીવટી તંત્રે એકજુટ થઈને સવારના 8થી સાંજના 8 વાગ્યા સુધીમાં ૮૨.૪૪ ટકા લક્ષ સિદ્ધિ હાંસલ કરી છે.કોરોના સામેના અમોધ શસ્ત્ર એવા રસીકરણ બાબતે ખુબ જ સંવેદનશીલ જિલ્લા કલેક્ટર ભાવિન પંડયાએ રવિવારે વિશેષ ડ્રાઈવ આયોજિત કરીને, આરોગ્ય વિભાગની ૬૦ જેટલી ટીમો એક્ટિવ કરવા સાથે, જિલ્લા કક્ષાના નિયુક્ત નોડલ ઓફિસરોને પણ આ ઝુંબેસમા સામેલ કર્યા હતા. "મહા રસીકરણ અભિયાન" દરમિયાન આહવા તાલુકામા નિયત ૩૨૦૦ના રસીકરણ લક્ષ્યાંક સામે ૩૪૮૮નુ રસીકરણ કરીને ૧૦૯ % સિદ્ધિ હાંસલ કરવામા આવી હતી.

તો વઘઇ તાલુકામાં ૨૪૦૦ની સામે ૧૮૫૪ (૭૭.૨૫ ટકા), અને સુબીર તાલુકામા ૨૪૦૦ની સામે ૧૨૫૩ (૫૨.૨૧ ટકા) મળી જિલ્લામાં કુલ ૮૦૦૦ના લક્ષ્યાંક સામે, ૬૫૯૫નું રસીકરણ કરીને ૮૨.૪૪ ટકા સિદ્ધિ હાંસલ કરવામાં આવી હતી. રવિવારની જાહેર રજાના દિવસે પણ જિલ્લા વહીવટી તંત્રના ચુનંદા અધિકારી, કર્મચારીઓ તથા પ્રજાજનોની સેવામા હંમેશા ખડેપગે રહેતા આરોગ્ય વિભાગના અધિકારી, કર્મચારીઓએ પોતાના ઘર, કુટુંબની ચિંતા કર્યા વિના, પ્રજાકીય આરોગ્ય, અને જનજનની સુખાકારીને પ્રાથમિકતા આપી ફરજ બજાવી હતી. જિલ્લા કલેકટર ભાવિન પંડ્યા સ્વયં મહારાષ્ટ્રની બોર્ડરના ચીંચલી સહિતના ગામોની મુલાકાત લઈ આરોગ્યકર્મીઓનો ઉત્સાહ વધાર્યો હતો.

Next Story