ઊભા ઊભા કે સુતા સુતા પાણી પીવુ હાનિકારક, બગડી શકે છે આખા શરીરની હેલ્થ
માનવના શરીરમાં પાણી નું ખૂબ જ મહત્વ રહેલું છે. જો પાણી શરીરમાં ઘટી જાય તો અનેક પ્રકારના રોગો ઉદ્ભવી શકે છે.

માનવના શરીરમાં પાણી નું ખૂબ જ મહત્વ રહેલું છે. જો પાણી શરીરમાં ઘટી જાય તો અનેક પ્રકારના રોગો ઉદ્ભવી શકે છે. આપના શરીમાં 70 થી 80 ટકા જેટલું પાણી હોય છે. જે શરીરના બીજા ટીસ્યુ, સેલસ અને ઓર્ગનને કામ કરવામાં મદદ કરે છે.
શરીરમાં પાણી ઘટવાથી ડિહાઈડ્રેશનની સમસ્યા ઊભી થાય છે એટલે રોજ 2 થી 3 લિટર પાણી પીવું જરૂરી છે.પરંતુ ઘણા લોકો ઊભા ઊભા પાણી પીવે જે ખૂબ જ નુકશાનકારક માનવામાં આવે છે॰ આ ઉપરાત દોડીને આવીને પણ તરત પાણી ના પીવું જોઈએ. તે તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. ઊભા ઊભા પાણી પીવાથી કિડની અને લિવરને નુકશાન થાય છે. તેના કારણે શરીરમા ઇલેક્ટ્રોલાઇટસ નું બેલેન્સ બગડી શકે છે. કિડની શરીરમાં ફિલ્ટરનું કામ કરે છે. અને જો એક વાર કિડની કામ કરતી બંધ થઈ જાય તો શરીરમાં અનેક પ્રકારના રોગો ઉત્પન કરે છે. આ ઉપરાંત હદય તેમજ ફેફસામાં પણ નુકશાન કરી શકે છે. આ સાથે વિશેષ ધ્યાનમાં રાખવાની બાબત એ છે કે કયારેય દોડીને આવીને પાણી પીવું ના જોઈએ॰ તેનાથી આખા શરીરની હેલ્થ પર અસર કરે છે. આજે લોકો હેલ્થક્લબમાં જઇ કસરતો કરતાં હોય છે અને આવીને તરત પાણી પીતા હોય છે, જે શરીરને નુકશાન કરે છે.
“પહેલું સુખ તે જાતે નર્યા” આ કહેવત પ્રમાણે આપની હેલ્થ બાબતે આપણે જાગૃત રહેવું પડશે. ડોક્ટરોના જણાવ્યા અનુસાર ઊભા ઊભા કે સૂતા સૂતા કયારેય પાણી પીવું જોઈએ નહીં. દરેક લોકોએ હંમેશા બેઠા બેઠા જ પાણી પીવું જોઈએ. ઊભા રહીને પાણી પીવાથી તમારા મિનરલ્સ બરાબર ડાઈજેસ્ત સિસ્ટમ સુધી પહોચતા નથી અને તેનાથી અપચો, કબજિયાત અને એસિડ રિફ્લક્સ જેવી સમસ્યા થઇ શકે છે. જે લોકો અપચો અને એસિડિટી જેવી બીમારીથી પરેશાન હોય તે લોકો માટે આ ભૂલ ખૂબ જ ઘાતક સાબિત થઈ શકે છે.