નડિયાદ : ગળતેશ્વર ખાતે માતા મરણ અટકાવવા માટે અવેરનેસ શિબિરનું કરાયું આયોજન, અન્ન પ્રાસન દિવસની પણ કરવામાં આવી ઉજવણી

કુટુંબ નિયોજનની વિવિઘ બિન કાયમી, કાયમી પદ્ધતિઓ અપનાવવા, દીકરો-દીકરી એક સમાન ગણવા તથા સુવાવડ ફરજીયાત દવાખાનામાં જ કરાવવા પર ભાર મુક્યો

New Update
નડિયાદ : ગળતેશ્વર ખાતે માતા મરણ અટકાવવા માટે અવેરનેસ શિબિરનું કરાયું આયોજન, અન્ન પ્રાસન દિવસની પણ કરવામાં આવી ઉજવણી

મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ ગળતેશ્વર તાલુકાના મેનપૂરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના પડાલ અને બળેવીયા ગામમાં માતા મરણ અટકાવવા અંગે જાગૃતી આવે તે માટે ગુરુશિબિરનું આયોજન હાથ ઘરવામાં આવ્યું હતું. આ શિબિર સાથે અન્ન પ્રાસન દિવસની ઉજવણી પણ કરવામાં આવી હતી.

આ ગુરુશિબિરમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ .વી. એ. ધ્રુવેએ ઉપસ્થિત માતા, બહેનો અને જનસમુદાયને પ્રેરક માર્ગદર્શન આપતા જણાવ્યું કે માતામૃત્યુ અટકાવવા માટે યોગ્ય ઉંમરે જ લગ્ન કરવા, પૂરતો સમતોલ આહાર લેવો અને કિશોરીઓને વધુ શિક્ષીત કરવી પડશે. તેમણે કુટુંબ નિયોજનની વિવિઘ બિન કાયમી, કાયમી પદ્ધતિઓ અપનાવવા, દીકરો-દીકરી એક સમાન ગણવા તથા સુવાવડ ફરજીયાત દવાખાનામાં જ કરાવવા પર ભાર મુક્યો હતો. આ શિબિરમાં આઇસીડીએસ વિભાગમાંથી સીડીપીઓ તથા તાલુકા અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો આરોગ્ય સ્ટાફ, આંગણવાડી બહેનો, કાર્યકર્તાઓ તથા ગામની મહિલાઓ ઉપસ્થિત રહી હતી.

Latest Stories