Connect Gujarat
આરોગ્ય 

પેટનો ફ્લૂ શું છે? તેના લક્ષણો અને નિવારણની પદ્ધતિઓ જાણો

ખાવાની ખોટી આદતોને કારણે પેટ સંબંધિત ઘણી સમસ્યાઓ ઊભી થાય છે. આમાંથી એક સ્ટમક ફ્લૂ એટલે કે 'પેટનો ફ્લૂ' છે

પેટનો ફ્લૂ શું છે? તેના લક્ષણો અને નિવારણની પદ્ધતિઓ જાણો
X

ખાવાની ખોટી આદતોને કારણે પેટ સંબંધિત ઘણી સમસ્યાઓ ઊભી થાય છે. આમાંથી એક સ્ટમક ફ્લૂ એટલે કે 'પેટનો ફ્લૂ' છે, જેને તબીબી ભાષામાં ગેસ્ટ્રોએન્ટેરિટિસ કહેવાય છે. પેટમાં ફ્લૂ પાચનતંત્રમાં બળતરા અથવા પેટમાં ચેપને કારણે થઈ શકે છે. આ રોગ બહુ ગંભીર નથી પરંતુ તેની અવગણના કરવી પણ ભારે પડી શકે છે. 'પેટના ફ્લૂ'નું કારણ સામાન્ય રીતે વાયરસ, બેક્ટેરિયા, પરોપજીવી અથવા તો દવાની પ્રતિક્રિયાઓ પણ હોઈ શકે છે.

'પેટના ફ્લૂ'માં દર્દી પેટમાં ખેંચાણ, ઝાડા અને ઉલ્ટીની ફરિયાદ કરે છે. 'પેટના ફ્લૂ'થી અસરગ્રસ્ત વ્યક્તિને ઝાડા પણ થઈ શકે છે. નોરોવાયરસ, રોટાવાયરસ, એસ્ટ્રોવાયરસ વગેરે જેવા વાઈરસ મોટાભાગે દૂષિત ખોરાક અથવા પાણીમાં જોવા મળે છે. આ વાયરસ ખોરાક અથવા પાણી સાથે શરીરમાં પ્રવેશ કરે છે અને ચેપ ફેલાવવાનું શરૂ કરે છે. બાળકોથી લઈને વૃદ્ધો અને નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકો વધુ જોખમમાં છે.

સામાન્ય રીતે, ઉનાળા અથવા વરસાદની ઋતુમાં સ્ટમક ફ્લૂના કેસ વધુ જોવા મળે છે. કારણ કે આ ઋતુઓમાં ગરમી, ભેજમાં આ રોગના બેક્ટેરિયાને ખીલવા માટે અનુકૂળ વાતાવરણ આપે છે. આ સિઝનમાં ફળો, શાકભાજી અને રાંધેલો ખોરાક પણ ઝડપથી બગડી જાય છે. તે જ સમયે, માખીઓ અને મચ્છર પણ આ બેક્ટેરિયાને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય છે.

'પેટના ફ્લૂ' ના લક્ષણો

ભૂખ ન લાગવી, પેટમાં દુખાવો, ઝાડા, ઉબકા, ઉલટી, શરદી અથવા ધ્રુજારી, તાવ સાંધાઓમાં દુખાવ

સ્નાયુમાં દુખાવો, ત્વચાની હળવી બળતરા,વધારે પરસેવો વળવો.

પેટના ફ્લૂથી બચવા શું કરવું?

ખાસ કરીને ઉનાળાની ઋતુમાં પુષ્કળ પાણી પીવો. આ સિવાય તાજા ફળોનો રસ, લીંબુનું શરબત, ખાટા ફાળો, ઓઆરએસ વગેરે જેવી વસ્તુઓનું સેવન કરો, તડકામાં બહાર ન જશો. લક્ષણો વધુ ગંભીર બને તેની રાહ ન જુઓ, વહેલી તકે ડૉક્ટરની સલાહ લેવી.

Next Story
Share it