Connect Gujarat
દેશ

કોરોના મહામારી બાદ દુનિયાના વિકસિત દેશોમાં અભ્યાસ માટે ભારતીય વિદ્યાર્થીઓમાં ટ્રેન્ડ વધ્યો...

કોરોના મહામારીના કાળ દરમ્યાન પણ વિદેશમાં અભ્યાસ કરનારા ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા બમણી થઇ ચૂકી છે.

કોરોના મહામારી બાદ દુનિયાના વિકસિત દેશોમાં અભ્યાસ માટે ભારતીય વિદ્યાર્થીઓમાં ટ્રેન્ડ વધ્યો...
X

કોરોના મહામારીના કાળ દરમ્યાન પણ વિદેશમાં અભ્યાસ કરનારા ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા બમણી થઇ ચૂકી છે. પ્રી-કોવિડ એટલે કે, વર્ષ 2019માં 5.89 લાખ વિદ્યાર્થીઓ વિદેશમાં ભણતા હતા, જ્યારે આ સંખ્યા ડિસેમ્બર વર્ષ 2021માં 11.33 લાખ થઇ ગઇ. હાલ દુનિયાના 99 દેશોમાં ભારતીય વિદ્યાર્થીઓ અભ્યાસ માટે ગયા છે.

કોરોના કાળમાં પણ મોટી સંખ્યામાં ભારતીય વિદ્યાર્થીઓએ વિદેશી સંસ્થાનોમાં અભ્યાસ કરવા માટેનું રજિસ્ટ્રેશન કરાવ્યું છે. જોકે, એક-બે સેમેસ્ટર ઓનલાઇન ભણી ચૂકેલા વિદ્યાર્થીઓને વિઝા મળવામાં સરળતા થઈ ગઈ હતી. વર્ષ 2019 સુધી વિદેશમાં અભ્યાસ માટે દર વર્ષે 5 લાખ ક્વેરીઝ આવતી હતી, જ્યારે વર્ષ 2021માં તે 10 લાખને પાર થઈ ગઈ છે. જોકે, કોરોનાની પહેલી લહેરમાં પ્રતિબંધો હોવા છતાં વર્ષ 2020માં વિદેશમાં અભ્યાસ કરનારા ભારતીયોની સંખ્યા અડધી થઈ હતી. મોટાભાગના વિદ્યાર્થીઓ ઓનલાઈન મોડમાં અભ્યાસ માટે શિફ્ટ થઈ ગયા હતા, ત્યારે ઓગસ્ટ-સપ્ટેમ્બર વર્ષ 2020માં પ્રતિબંધોમાં રાહત મળતા વિદ્યાર્થીઓ ઓન કેમ્પસ મોડમાં શિફ્ટ થવા લાગ્યા હતા. ઓનલાઈન મોડમાં વિદેશમાં રજિસ્ટ્રેશન કરાવવું ન ફક્ત ઓન કેમ્પસ એડમિશનની તુલનાએ સરળ તથા સસ્તુ હતું. પરંતુ વિઝાનો માર્ગ પર સરળ થઈ ગયો છે. જેથી કોરોના મહામારીમાં પણ દુનિયાના વિકસિત દેશોમાં ભારતીય વિદ્યાર્થોમાં અભ્યાસનો ટ્રેન્ડ વધ્યો છે. વર્ષ 2021-22માં અમેરિકામાં 2.11 લાખ, યુએઈમાં 2.19 લાખ, કેનેડામાં 2.15 લાખ ભારતીય વિદ્યાર્થી રહી ગયા. 46 હજાર વિદ્યાર્થી ઓમાન, 16,500 રશિયા, 30 હજાર ચીન ગયા. ઈંગ્લેન્ડ જનારા વર્ષ 2021માં 19 હજાર હતા. જે વર્ષ 2019માં 55 હજાર હતા. ઓસ્ટ્રેલિયા તથા ન્યૂઝીલેન્ડમાં 1.25 લાખ ભારતીય વિદ્યાર્થીઓ અભ્યાસ માટે ગયા છે, ત્યારે હવે ભારત સરકાર ટૂંક સમયમાં જ વિદેશમાં અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓની ડેટા બેન્ક અને તેમની મદદ માટે ગ્લોબલ ઈન્ડિયન સ્ટુડન્ટ પોર્ટલ લોન્ચ કરશે.

Next Story