આર્યન ખાનને આજે મળશે જામીન? બોમ્બે હાઇકોર્ટમાં સુનાવણી

બોલિવૂડ સ્ટાર શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનની જામીન અરજી પર બોમ્બે હાઈકોર્ટ મંગળવારે સુનાવણી કરશે.

New Update

મુંબઈ ક્રુઝ ડ્રગ્સ રેઈડ કેસમાં ધરપકડ કરાયેલ બોલિવૂડ સ્ટાર શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનની જામીન અરજી પર બોમ્બે હાઈકોર્ટ મંગળવારે સુનાવણી કરશે. આર્યન ખાને 20 ઓક્ટોબરે નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (NDPS) એક્ટ હેઠળ જામીન મેળવવા માટે બોમ્બે હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો. આ પહેલા આ કેસમાં દાખલ અરજીને ફગાવી દેતા આર્યન ખાનની ન્યાયિક કસ્ટડી 30 ઓક્ટોબર સુધી લંબાવવામાં આવી હતી.સ્પેશિયલ કોર્ટે 20 ઓક્ટોબરે તેની અરજી ફગાવી દીધા બાદ એડવોકેટ સતીશ માનશિંદેની કાનૂની ટીમ મુંબઈ હાઈકોર્ટમાં ગઈ હતી. ત્યારપછી કોર્ટે 26 ઓક્ટોબર, મંગળવારના રોજ આ મામલાની સુનાવણી કરવા સંમતિ દર્શાવી હતી. આ કેસમાં આર્યનના વકીલે અગાઉ કહ્યું હતું કે, "અમે કોર્ટને કહ્યું હતું કે આ મામલાની સુનાવણી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા થવી જોઈએ, પરંતુ જજે ઇનકાર કર્યો હતો." આર્યન ખાન સાથે ડ્રગ ચેટિંગના મામલે ગુરુવારે બપોરે બોલિવૂડ અભિનેત્રી અનન્યા પાંડેની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. મુંબઈ એનસીબીના ચીફ ઓફિસર સમીર વાનખેડે પોતે આગેવાની લઈ રહ્યા છે અને અનન્યાની પૂછપરછ કરી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર અનન્યાને ડ્રગ્સ કેસ અંગે આર્યન ખાન સાથે ચેટિંગ કરવા અંગે પૂછપરછ કરવામાં આવી રહી છે. તપાસ એજન્સી ગુરુવારે સવારે અનન્યા પાંડેના ઘરે પહોંચી હતી અને બપોરે તેને તપાસમાં જોડાવા માટે બોલાવ્યો હતો. જોકે અભિનેત્રી નિર્ધારિત સમય કરતા થોડા સમય બાદ એનસીબી ઓફિસ પહોંચી હતી. તેની સાથે પિતા ચંકી પાંડે પણ હતા.

Advertisment