વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે રાત્રે દેશને સંબોધિત કરીને ત્રણ મોટી જાહેરાતો કરી હતી. તેમના સંબોધન દરમિયાન તેમણે કહ્યું કે આવતા વર્ષે 3 જાન્યુઆરીથી 15 વર્ષથી 18 વર્ષની વયના બાળકોને કોરોના વાયરસની રસી આપવામાં આવશે. આજે ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (DCGI) એ બાળકો માટે કટોકટીના ઉપયોગ માટે ભારત બાયોટેકની કોરોના રસી કોવેક્સીનને મંજૂરી આપી છે.
સંબોધન દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે આવતા વર્ષે 3 જાન્યુઆરીથી 15 થી 18 વર્ષની વયના બાળકોને કોરોનાની રસી આપવામાં આવશે. આ ઉપરાંત, 10 જાન્યુઆરીથી, આરોગ્ય કર્મચારીઓ અને ફ્રન્ટલાઈન કાર્યકરો માટે કોવિડ રસીના બૂસ્ટર ડોઝ શરૂ કરવામાં આવશે
10 જાન્યુઆરીથી કોમોર્બીટ વૃદ્ધોને પણ તેમના ડૉક્ટરની સલાહ પર બૂસ્ટર ડોઝ આપવામાં આવશે.
કેન્દ્ર સરકારના ત્રણ મોટા નિર્ણયો: 15 થી 18 વર્ષની વયના બાળકોને રસી આપવામાં આવશે. હેલ્થ વર્કર્સ અને ફ્રન્ટલાઈન વર્કર્સને બૂસ્ટર ડોઝ મળશે. 60 વર્ષથી વધુ ઉંમરના લોકોને પણ બૂસ્ટર ડોઝ આપી શકાય છે.