Covid-19 : દેશમાં આજે 3,06,064 નવા કેસ નોધાયા, 439 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો

author-image
By Connect Gujarat
New Update

ભારતમાં જાન્યુઆરીની શરૂઆતથી કોરોનાના કેસ તીવ્ર ગતિએ વધી રહ્યા. દેશમાં કોરોનાના નવા કેસ સૌથી વધુ મહારાષ્ટ્રમાં સામે આવી રહ્યા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યા મુજબ, છેલ્લા 24 કલાકમાં 3,06,064 નવા કેસ નોંધાયા છે અને 439 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 2,43,495 સંક્રમિતો સાજા થયા છે. દેશમાં ગઈકાલ કરતાં આજે 27,649 કેસ ઓછા નોંધાયા છે. દેશમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 22,49,355 પર પહોંચી છે. દૈનિક પોઝિટિવિટી રેટ 20.75 ટકા છે.

Advertisment

કેટલું ટેસ્ટિંગ થયું

દેશમાં 23 જાન્યુઆરીએ 14,74,753 ટેસ્ટ કરવામાં આવ્યા હોવાનું સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું છે.

• કુલ એક્ટિવ કેસઃ 22,49,335

• કુલ ડિસ્ચાર્જઃ 3,68,04,145

• કુલ મૃત્યુઆંકઃ 4,89,848

• કુલ રસીકરણઃ 162,26,07,516 (જેમાંથી ગઈકાલે 27,56,364 ડોઝ આપવામાં આવ્યા હતા.)

Advertisment