Connect Gujarat
દેશ

બેંગ્લુરૂમાં ભારે વરસાદથી,આફત જનજીવન થયું અસ્તવ્યસ્ત

ભારતના પાડોશી દેશની હાલત પૂરના કારણે ઘણી ખરાબ થઇ ગઇ છે. ત્યારે ભારતમાં પણ ઘણી જગ્યાએ ભારે વરસાદ જનજીવન પર માઠી અસર કરી છે

બેંગ્લુરૂમાં ભારે વરસાદથી,આફત જનજીવન થયું અસ્તવ્યસ્ત
X

ભારતના પાડોશી દેશની હાલત પૂરના કારણે ઘણી ખરાબ થઇ ગઇ છે. ત્યારે ભારતમાં પણ ઘણી જગ્યાએ ભારે વરસાદ જનજીવન પર માઠી અસર કરી છે. તાજેતરમાં બેંગલુરુના કર્ણાટકમાં ભારે વરસાદના કારણે શહેરના ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. રસ્તાઓ સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઇ ગયા છે.પરિસ્થિતિ કેટલી ખરાબ છે તેનો અંદાજ તે વાત પરથી લગાવી શકાય છે કે, અહીં લોકોના ઘરોમાં પણ પાણી પહોંચી ગયા છે. લોકોને ક્યાય પણ જવા માટે ભારે સંઘર્ષ કરવો પડી રહ્યો છે. તમે અહીં તસવીરમાં જોઇ શકો છો કે કેવી રીતે ઘરની વસ્તુઓ શેરીઓમાં ભરાયેલા પાણીમાં ડૂબકી મારી રહી છે. ઘરના દરવાજા સુધી પાણી છે. આ તસવીરો શહેરના કોરામંગલા છે. રિક્ષા અને સ્કૂટર કે પછી બાઇક પર સવારી કરતી વખતે પણ લોકો ખૂબ પરેશાન થઇ રહ્યા છે બેંગલુરુના કેટલાક ભાગોમાં ભારે વરસાદને કારણે પાણી ભરાઈ ગયા છે. જેના કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અનેક જગ્યાએ ટ્રાફિક જામ થયા હોવાના અહેવાલ છે. મરાઠા નલ્લી-સિલ્ક બોર્ડ જંકશન રોડ પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ છે. લોકો કલાકો સુધી પરેશાન છે. રવિવારે ભારે વરસાદને કારણે બેંગલુરુ શહેરના કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. શહેરના આઉટર રીંગ રોડ, વ્હાઇટ ફિલ્ડ, વર્થુર અને સરજાપુર રોડ અને તેની આસપાસના વિસ્તારો પ્રભાવિત થયા છે. જોકે, રાહતની વાત એ છે કે મધરાતથી વરસાદ બંધ થઈ ગયો છે અને આજે સવારે તડકો જોવા મળ્યો છે

Next Story