Connect Gujarat
દેશ

ઈન્ડિગોની ડિબ્રુગઢ-દિલ્હી ફ્લાઈટ દરમિયાન પેસેન્જરના ફોનમાં આગ લાગી,જાણી પછી શું થયું..?

ઈન્ડિગો એરલાઈન્સની ડિબ્રુગઢ-દિલ્હી ફ્લાઈટ દરમિયાન એક મુસાફરના મોબાઈલમાં આગ લાગી હતી. એરપ્લેન ક્રૂ (કેબિન ક્રૂ)એ અગ્નિશામક સાધનોની મદદથી આગને કાબૂમાં લીધી હતી

ઈન્ડિગોની ડિબ્રુગઢ-દિલ્હી ફ્લાઈટ દરમિયાન પેસેન્જરના ફોનમાં આગ લાગી,જાણી પછી શું થયું..?
X

ઈન્ડિગો એરલાઈન્સની ડિબ્રુગઢ-દિલ્હી ફ્લાઈટ દરમિયાન એક મુસાફરના મોબાઈલમાં આગ લાગી હતી. એરપ્લેન ક્રૂ (કેબિન ક્રૂ)એ અગ્નિશામક સાધનોની મદદથી આગને કાબૂમાં લીધી હતી. ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA)ના અધિકારીઓએ જણાવ્યું હતું કે આ ઘટનામાં કોઈ મુસાફર કે ક્રૂ મેમ્બરને ઈજા પહોંચી નથી.

ફ્લાઇટ 6E 2037 ડિબ્રુગઢથી દિલ્હી આવી રહી હતી ત્યારે ક્રૂ મેમ્બરે પેસેન્જરના ફોનમાંથી સ્પાર્ક અને ધુમાડો નીકળતો જોયો. આ પછી કેબિન ક્રૂ મેમ્બરે અગ્નિશામક યંત્રની મદદથી આગને કાબુમાં લીધી હતી. તેમણે કહ્યું કે લગભગ 12.45 વાગ્યે વિમાન દિલ્હી એરપોર્ટ પર સુરક્ષિત રીતે ઉતર્યું હતું. ઈન્ડિગોએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "ડિબ્રુગઢથી દિલ્હીની ફ્લાઈટ 6E 2037માં મોબાઈલ ઉપકરણની બેટરી અસામાન્ય રીતે ગરમ થઈ ગઈ હતી. પ્રશિક્ષિત ક્રૂ મેમ્બરોએ પરિસ્થિતિને સંભાળી. કોઈ મુસાફર કે જાનમાલને કોઈ નુકસાન થયું નથી.

Next Story