નૈનિતાલની શાળામાં કોરોના વિસ્ફોટ, 85 બાળકો કોરોના પોઝિટિવ
ઉત્તરાખંડના નૈનિતાલ જિલ્લામાં જવાહર નવોદય વિદ્યાલયમાં 85 બાળકો કોરોના પોઝિટિવ મળી આવ્યા છે.
BY Connect Gujarat2 Jan 2022 9:24 AM GMT

X
Connect Gujarat2 Jan 2022 9:24 AM GMT
ઉત્તરાખંડના નૈનિતાલ જિલ્લામાં જવાહર નવોદય વિદ્યાલયમાં 85 બાળકો કોરોના પોઝિટિવ મળી આવ્યા છે. બાળકોને ગંગરકોટ વિસ્તારમાં સ્થિત સ્કૂલમાં જ ક્વોરન્ટાઇનમાં કરવામાં આવ્યા છે. નૈનિતાલના ડેપ્યુટી કલેક્ટર રાહુલ શાહે કહ્યું કે જે બાળકો RT-PCR ટેસ્ટમાં નેગેટિવ આવશે તેમને જ ઘરે મોકલવામાં આવશે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 27,443 પોઝિટિવ કેસ નોંધાયા છે. આજે 282 લોકોના મોત થયા છે, જ્યારે 9110 લોકો સાજા થયા છે. શનિવારે મોડી રાત સુધી એક્ટિવ દર્દીઓની સંખ્યા 18051 હતી.94 નવા ઓમિક્રોન સંક્રમિત સાથે, દેશમાં નવા વેરિયન્ટના દર્દીઓની સંખ્યા શનિવારે વધીને 1596 થઈ ગઈ છે. તેમાંથી 576 ઓમિક્રોન દર્દીઓ સાજા થયા છે, જ્યારે 1020 સક્રિય કેસ છે.
Next Story