Connect Gujarat
દેશ

ઉત્તરપ્રદેશમાં પાંચમા ચરણનું મતદાન: 12 જિલ્લાની 61 બેઠકો પર મતદાન પ્રક્રિયા

ઉત્તરપ્રદેશમાં પાંચમા ચરણનું મતદાન ચાલી રહ્યું છે. ત્યારે સુરક્ષા માટે પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યું છે.

ઉત્તરપ્રદેશમાં પાંચમા ચરણનું મતદાન: 12 જિલ્લાની 61 બેઠકો પર મતદાન પ્રક્રિયા
X

ઉત્તરપ્રદેશમાં પાંચમા ચરણનું મતદાન ચાલી રહ્યું છે. ત્યારે સુરક્ષા માટે પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યું છે. આજે યુપીમાં 12 જિલ્લાઓની 61 સીટો માટે વોટીંગ કરવામાં આવી રહ્યું છે અગાઉ 45 જિલ્લાઓની 231 સિટો પર ચૂંટણી થઈ ચૂંકી છે.



આજે પાંચમાં તબક્કામાં અમેઠી, રાયબરેલી, સુલ્તાનપુર, ચિત્રકૂટ, પ્રતાપગઢ, કોશામ્બી, પ્રયાગરાજ, બારાબંકી અને અયોધ્યા સહિતની સીટો પર આજે મતદાન થઈ રહ્યું છે. ભાજપ માટે આ ચૂંટણી મહત્વનો ભાગ ભજવી શકે છે. કારણકે ગત ચૂંટણી વખતે આ દરેક સીટો પર ભાજપનો કબ્જો હતો. પાંચમાં તબક્કામાં આજે 12 જિલ્લાઓની 61 સીટો પર 692 ઉમેદવાર મેદાનમાં છે. જેમનું ભવિષ્ય આજે 2.24 કરોડ મતદાતાઓ નક્કી કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પણ આજે ટ્વીટ કરીને કહેવામાં આવ્યું છે કે ઉત્તપ્રદેશમાં આજે લોકતંત્રના ઉત્સવનો આજે પાંચમો તબક્કો છે. જેથી દરેક મતદાતાને નિવેદન છે કે તેઓ મત આપે. બીજી તરફ ભાજપ નેતાઓ પણ આજે ભગવાનને પૂજા કરી રહ્યા છે. જેમા મંત્રી સિદ્ધાર્થનાથ સિંહે પ્રયાગરાજ મંદિરમાં પૂજા કરી અને કહ્યુ કે ઉત્તરપ્રેદશમાં ફરી ભાજપની સરકાર બનશે.

Next Story