Connect Gujarat
દેશ

કેરળ : ભારે વરસાદના કારણે સર્જાયેલ વિવિધ ઘટનામાં 21 લોકોના મોત, કેટલાક લોકો લાપતા

કેરળ : ભારે વરસાદના કારણે સર્જાયેલ વિવિધ ઘટનામાં 21 લોકોના મોત, કેટલાક લોકો લાપતા
X

કેરળમાં વરસાદના કારણે સર્જાયેલ વિવિધ ઘટનામાં અત્યાર સુધી 21 લોકોના મોત થઈ ચૂક્યા છે. આ ઉપરાંત અનેક જિલ્લામાં કેટલાક લોકો લાપતા પણ હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે પીએમ નરેન્દ્ર મોદીએ કેરળના સીએમ પિનરાઈ વિજયન સાથે વાત કરી હતી. તો આ સાથે જ ગૃહમંત્રી અમિત શાહે કેન્દ્ર દ્વારા તમામ મદદ કરવાનું જણાવ્યુ છે.

દક્ષિણ ભારતના સાંકડી પટ્ટીના આકારમાં આવેલ રાજ્ય કેરળમાં ગત રવિવારે વરસાદનું જોર થોડું ધીમું પડ્યું હતું. હવામાન વિભાગના મતે, કેરળમાં એક-બે દિવસમાં વરસાદનું જોર ઘટશે. જોકે, કેરળના ઈડુક્કીના પીરુમેડુમાં ગત શનિવારે 11 ઈંચથી વધુ વરસાદ પડ્યો હતો. થોડો સમય વિનાશકારી વરસાદ પડતા જ ભૂસ્ખલનની દર્દનાક તસવીરો સામે આવી છે. ઘટના બાદ કેરળમાં થલ સેના, વાયુસેના, નૌસેના તેમજ NDRF દ્વારા બચાવ અભિયાન શરૂ દેવામાં આવ્યું છે. NDRFએ 8 મહિલા અને 7 બાળક સહિત 33 લોકોને બચાવી સુરક્ષિત સ્થળે ખસેડયા હતા. તો જળસ્તર વધતા બંધવાળા વિસ્તારોમાં પાણી છોડવાની આશંકાના પગલે રેડ એલર્ટ પણ જાહેર કરાયું હતું. કેરળના કોટ્ટાયમ, ઈડુક્કી પથનમથિટ્ટા જિલ્લાના પહાડી વિસ્તારોમાં 2018-19ના વિનાશકારી પુર જેવી સ્થિતિ સર્જાય છે.

Next Story