Connect Gujarat
દેશ

KIITએ SDG 'REDUCING INEQULITUES'માં વિશ્વ સ્તર પર આઠમું સ્થાન પ્રાપ્ત કર્યું

વર્લ્ડ યુનિવર્સિટી રેંકિંગ ઉપરાંત ટાઈમ્સ હાયલ એજ્યુકેશન દર વર્ષે વિવિધ માપદંડોના આધારે સંસ્થાઓ માટે ઘણી રેંકિંગ પ્રકાશિત કરે છે

KIITએ SDG REDUCING INEQULITUESમાં વિશ્વ સ્તર પર આઠમું સ્થાન પ્રાપ્ત કર્યું
X

KIIT ડીમ્ડ ટૂ બી યુનિવર્સિટી, ભુવનેશ્વરને 28 એપ્રિલ 2022ના રોજ પ્રકાશિત પ્રતિષ્ઠિત ટાઈમ્સ હાયર એજ્યુકેશન ઈમ્પેક્ટ રેન્કિંગ 2022માં 'અસમાનતાઓ ઘટાડવા' ના સતત વિકાસ લક્ષ્ય (SDG)માં દુનિયાની વિશ્વવિદ્યાલયોમાં આઠમું સ્થાન અપાયું.

વર્લ્ડ યુનિવર્સિટી રેંકિંગ ઉપરાંત ટાઈમ્સ હાયલ એજ્યુકેશન દર વર્ષે વિવિધ માપદંડોના આધારે સંસ્થાઓ માટે ઘણી રેંકિંગ પ્રકાશિત કરે છે. તેમાંથી એક સૌથી મહત્વપૂર્ણ, અસરદાર રેંકિંગ છે, જેમાં સંયુક્ત રાષ્ટ્ર (UN) સતત વિકાસ લક્ષ્ય (SDG) માં તેમના યોગદાન પર દુનિયાભરની હજારો યુનિવર્સિટીઓનું મૂલ્યાંકન કરે છે. ટાઈમ્સ હાયર એજ્યુકેશન ઈમ્પેક્ટ રેંકિંગ ચાર વ્યાપક ક્ષેત્રોમાં સ્થિરતા માટે તેમની પ્રતિબદ્ધતાનું આકલન કરે છે. અનુસંધાન, વ્યવસ્થા, આઉટરીચ અને શિક્ષણ.

આ વર્ષની રેંકિંગમાં KIITને SDGના એક મહત્વપૂર્ણ માપદંડ 'અસમાનતાઓને ઘટાડવા'માં તેની અસરકારકતા માટે વિશ્વભરમાં આઠમું સર્વશ્રેષ્ઠ સ્થાન અપાયું છે. અન્ય SDGમાં 101-200ના પ્રભાવશાળી રેંક સાથે ગુણવત્તાયુક્ત શિક્ષણ, શાંતિ, ન્યાય અને મજબૂત સંસ્થા તથા લક્ષ્ય માટે ભાગીદારી-KIITએ રેંકિંગમાં 201-300ની સમગ્ર સ્થિતિ પ્રાપ્ત કરી. જેમાં 106 દેશની 1500થી વધુ યુનિવર્સિટીઓ પણ યાદીમાં હતી. આ યાદીમાં કેટલીક જ ભારતીય સંસ્થાઓ સામેલ છે. KIIT ભારતની ટોચની 8 યુનિવર્સિટીઓમાંથી એક છે.

ગુણવત્તાપૂર્ણ શિક્ષણ અને અનુસંધાન સાથે, KIIT પોતાની સ્થાપના બાદ સામાજિક વિકાસની ગતિવિધિઓમાં વિસ્તૃત શ્રેણીમાં સક્રિયતાથી યોગદાન આપ્યું છે. KIIT ડિમ્ડ યુનિવર્સિટીના અકાદમિક સમુદાયનું માનવું છે કે "KIITએ અસમાનતાઓને ઘટાડવાની દિશામાં વ્યાપક કામ કર્યું છે. જેના પરિણામ સ્વરૂપે SDGના આ માપદંડમાં તેને સમગ્ર દુનિયામાં આઠમું સ્થાન મળ્યું છે"

પોતાની ખુશી વ્યક્ત કરતાં KIIT યુનિવર્સિટીના સંસ્થાપક ડૉ.અચ્યુતા સામંતે કહ્યું કે "અસમાનતાઓને ઘટાડવાના માપદંડમાં દુનિયામાં સૌથી પ્રભાવશાળી યુનિવર્સિટીઓમાં KIITની સ્થિતિ આ ક્ષેત્રમાં ઘણા વર્ષોથી કરેલા મહત્વપૂર્ણ કાર્યોને દર્શાવે છે." ડૉ.સામંતે કુલાધિપતિ, કુલપતિ, પ્રો.સસ્મિતા સામંત, KIIT સંકુલના કર્મચારી અને વિદ્યાર્થીઓને આ સિદ્ધિ માટે અભિનંદન પાઠવ્યા.

KIIT, જેને પોતાના એક સમુદાય આધારિક વિશ્વ વિદ્યાલય હોવા પર ગર્વ છે. પોતાના સ્થાપના બાદ શિક્ષણ, મહિલા સશક્તિકરણ, ગ્રામીણ વિકાસ, આદિવાસી ઉત્થાન, કલા, સંસ્કૃતિ અને સાહિત્ય વગેરેના માધ્યમથી ગરીબી ઘટાડવા જેવી સામાજિક પ્રાથમિકતાઓમાં વ્યાપક યોગદાન આપી રહી છે. હકીકતમાં KIIT તમામ 17 SDG પ્રત્યે પ્રતિબદ્ધ છે અને તેના શૈક્ષણિક અને સામાજિક કાર્યક્રમ વધુમાં વધુ લક્ષ્યોને સ્પર્શે છે. ટાઈમ્સ હાયર એજ્યુકેશન ઈમ્પેક્ટ રેંકિંગમાં KIITની ઉચ્ચ રેંક તેની ઉચ્ચ સામાજિક જવાબદારીઓ અને સતત વિકાસની દિશામાં પ્રભાવશાળી યોગદાનને દર્શાવે છે.

Next Story