Connect Gujarat
દેશ

PM મોદીની જમ્મુ-કાશ્મીર મુલાકાત પહેલા મોટું ઓપરેશન, અત્યાર સુધીમાં આટલા આતંકી ઠાર, એક ASI શહીદ

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 24 એપ્રિલે પંચાયતી રાજ દિવસ નિમિત્તે જમ્મુ-કાશ્મીરની મુલાકાતે જવાના છે. તેમનો કાર્યક્રમ કાશ્મીરના પાલી ગામમાં યોજાશે.

PM મોદીની જમ્મુ-કાશ્મીર મુલાકાત પહેલા મોટું ઓપરેશન, અત્યાર સુધીમાં આટલા આતંકી ઠાર, એક ASI શહીદ
X

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 24 એપ્રિલે પંચાયતી રાજ દિવસ નિમિત્તે જમ્મુ-કાશ્મીરની મુલાકાતે જવાના છે. તેમનો કાર્યક્રમ કાશ્મીરના પાલી ગામમાં યોજાશે. તેને જોતા સમગ્ર જમ્મુ-કાશ્મીરની સુરક્ષા વ્યવસ્થા અનેક ગણી વધારી દેવામાં આવી છે. આમ છતાં છેલ્લા બે દિવસથી અહીં આતંકવાદી ગતિવિધિઓ વધી છે. માત્ર બે દિવસમાં આતંકવાદી એન્કાઉન્ટરમાં કુલ છ આતંકવાદીઓ માર્યા ગયા છે, જેમાં લશ્કર-એ-તૈયબાના કમાન્ડરનો પણ સમાવેશ થાય છે. જ્યારે CISFનો એક ASI પણ શહીદ થયો છે અને ઘણા જવાનો ઘાયલ થયા છે. બે દિવસમાં બનેલી આતંકવાદી ઘટનાઓ વિશે વધુ વિગતે વાંચો.

જમ્મુ-કાશ્મીરના સુજવાનમાં શુક્રવારે સવારે સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે ચાલી રહેલી અથડામણમાં બે આતંકવાદીઓ માર્યા ગયા, જ્યારે એક જવાન શહીદ થયો અને ચાર જવાન ઘાયલ થયા. આ એન્કાઉન્ટર જમ્મુના સુંજવાન વિસ્તારમાં થઈ રહ્યું છે. જમ્મુ ઝોનના એડીજીપી મુકેશ સિંહે કહ્યું કે એન્કાઉન્ટરમાં કુલ બે આતંકવાદીઓ માર્યા ગયા. તેમણે કહ્યું કે અમે વિસ્તારને કોર્ડન કરી લીધો છે અને એન્કાઉન્ટર હજુ ચાલુ છે. એવું લાગી રહ્યું છે કે ઘરમાં આતંકીઓ છુપાયા છે. શુક્રવારે સવારે જમ્મુ અને કાશ્મીરમાં ચઢ્ઢા કેમ્પ નજીક સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રીયલ સિક્યોરિટી ફોર્સ (CISF)થી ભરેલી બસ પર આતંકવાદીઓએ હુમલો કર્યો હતો. જેમાં એક ASI શહીદ થયો હતો અને બે જવાન ગંભીર રીતે ઘાયલ થયા હતા.

Next Story