મોદી સરકાર ફરી એક્ષનમાં: કાશ્મીરની સ્થિતિ અંગે પી.એમ.મોદી અને અજિત ડોભાલ વચ્ચે બેઠક,મોટું પગલું લેવાય એવી શક્યતા

કાશ્મીરમાં છેલ્લા કેટલાક દિવસોથી આતંકી પ્રવૃત્તીઓ વધી ગઈ છે. છેલ્લા 10 દિવસમાં આતંકીઓએ કાશ્મીરમાં સામાન્ય નાગરીકોની તેમજ સેનાના 5 જવાનોની હત્યા કરી છે

New Update

કાશ્મીરમાં છેલ્લા કેટલાક દિવસોથી આતંકી પ્રવૃત્તીઓ વધી ગઈ છે. છેલ્લા 10 દિવસમાં આતંકીઓએ કાશ્મીરમાં સામાન્ય નાગરીકોની તેમજ સેનાના 5 જવાનોની હત્યા કરી છે. જેને લઈને સમગ્ર દેશમાં હાલ કાશ્મીર ચર્ચાનો મુદ્દો બની ગયો છે. આ આતંકી ઘટનાઓ પાછળ પાકિસ્તાનનો રોલ પણ સામે આવ્યો છે. ત્યારે સમગ્ર મામલે PM મોદીએ મોટું પગલું લીધુ છે.કાશ્મીરમાં વધી રહેલા આતંકને જોતા PM મોદીએ અજીત ડોભાલ સાથે હાઈ લેવલ બેઠક કરી હોવાની સૂત્રો દ્વારા માહિતા સામે આવી છે. આ બેઠકમાં આતંકીઓ સામે મોટો એક્શન પ્લાન લેવામાં આવે તેવી શક્યતા સેવાઈ રહી છે. 

Latest Stories