Connect Gujarat
દેશ

કોરોનાને લઈ ભારત સરકારની નવી ટ્રાવેલ એડવાયઝરી, ટ્રાવેલ કરતા પહેલા રાહત અનુભવશો

કોરોનાને લઈ ભારત સરકારની નવી ટ્રાવેલ એડવાયઝરી, ટ્રાવેલ કરતા પહેલા રાહત અનુભવશો
X

દુનિયામાં કોરોના વાયરસ સંક્રમણ હજું પણ કેર વર્તાવી રહ્યો છે. ભારતમાં પણ ગુરુવારે અનેક દિવસો બાદ કોરોના સંક્રમણના નવા કેસમાં મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે. ગુરુવારે દેશમાં કોરોનાના 46,164 નવા કેસ સામે આવ્યા છે. સાથે 607 લોકોના મોત થયા છે.

આ દરમિયાન ભારત સરકારે કોરોના સંક્રમણને જોતા લોકો માટે નવી ટ્રાવેલ એડવાઈઝરી જારી કરી છે. જેમાં કહેવામા આવ્યું છે કે પ્રવાસીઓને કોરોના ટેસ્ટના નેગેટિવ રિપોર્ટમાંથી છૂટ આપવી જોઈએ. આ નવી ટ્રાવેલ એડવાઈઝરીમાં સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી કહેવામાં આવ્યું છે કે કેન્દ્ર સરકાર તરફથી પ્રવાસ માટે કોરોના ટેસ્ટના ફરજિયાતપણાને હટાવવામાં આવ્યું છે. જો કોઈ રાજ્ય સ્તર પર એવો કોઈ નિયમ બનાવેલો છે તો તેની સૂચના આપતા રહે.

ટ્રાવેલ એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે હવે લોકોએ હવાઈ, રોડ અને રેલ માર્ગથી મુસાફરી કરવામાં કોઈ સમસ્યા નહીં થાય. આ સંબંધમાં રાજ્ય સરકારોને કેન્દ્ર તરફથી અપીલ કરવામાં આવી છે કે જે પ્રવાસીઓ પાસે રસી લગાવ્યાનું સર્ટિફિકેટ હાજર છે તેમની પાસે આરટીપીસીઆર રિપોર્ટ ન માંગવામાં આવે ત્યારે જે લોકો પ્રવાસની તારીખથી 14 દિવસ પહેલા કોરોના સંક્રમિત થઈ સાજા થયા છે તેમને પણ પ્રવાસમાં છૂટ આપવી જોઈએ.

કેન્દ્રએ ટ્રાવેલ એડવાઈઝરીમાં સ્પષ્ટ કર્યુ છે કે જે લોકોને કોરોના રસીના બન્ને ડોઝ લાગી ચૂક્યા છે અને બીજા ડોઝને લાગ્યે 15 દિવસ થઈ ચૂક્યા છે. તેમની પાસે આરટીપીસીઆર અને રેપિડ ટેસ્ટ રિપોર્ટ ન માંગવામાં આવે.દેશમાં ગુરુવારે કોરોનાના કુલ કેસ વધીને 3, 25, 58, 530 થયા છે સાથે અત્યાર સુધીમાં 3, 17,88, 440 લોકો સાજા થયા છે.

Next Story