Connect Gujarat
દેશ

પી.એમ.મોદીએ મન કી બાત કાર્યક્રમમાં દેશવાસીઓને કર્યું સંબોધન,વાંચો તેમની વાતના અંશો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે રેડિયો પર 'મન કી બાત' કાર્યક્રમ દ્વારા રાષ્ટ્રને સંબોધન કર્યું હતુ.

પી.એમ.મોદીએ મન કી બાત કાર્યક્રમમાં દેશવાસીઓને કર્યું સંબોધન,વાંચો તેમની વાતના અંશો
X

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે રેડિયો પર 'મન કી બાત' કાર્યક્રમ દ્વારા રાષ્ટ્રને સંબોધન કર્યું હતુ .2022માં 'મન કી બાત'નો આ પહેલો એપિસોડ હતો. વડાપ્રધાન મોદીએ કહ્યું- આજનો દિવસ બાપુના શિક્ષણને યાદ કરવાનો દિવસ છે. આ દરમિયાન તેમણે બાળકોએ મોકલેલા પત્રો વાંચ્યા. ચેન્નાઈ થી મોહમ્મદ. ઈબ્રાહિમે લખ્યું છે કે તેઓ 2047માં ભારતને સંરક્ષણ ક્ષેત્રે એક મોટી શક્તિ તરીકે જોવા માંગીએ છીએ.

તેઓ ઈચ્છે છે કે ભારતનું ચંદ્ર પર રિસર્ચ બેઝ હોય અને મંગળ પર વસ્તી રહે. મોદીએ કહ્યુ કે, જે દેશમાં તમારા જેવા યુવાનો હોય ત્યાં કશું જ અશક્ય નથી. મોદીએ વધુમા કહ્યુ કે, આપણે જોયું કે ઈન્ડિયા ગેટ પાસેની અમર જવાન જ્યોતિ અને નજીકના નેશનલ વોર મેમોરિયલને મર્જ કરવામાં આવ્યા હતા. આ ભાવનાત્મક અવસર પર શહીદોના પરિવારોની આંખોમાં આંસુ હતા. કેટલાક પૂર્વ સૈનિકોએ મને લખ્યું હતું કે શહીદોની સ્મૃતિ સમક્ષ પ્રગટાવવામાં આવતી જ્યોત શહીદોના અમરત્વનું પ્રતીક છે. શહીદોનું યોગદાન અમર છે. જ્યારે પણ તક મળે ત્યારે નેશનલ વોર મેમોરિયલની મુલાકાત લો. તમારા પરિવાર અને બાળકોને લઈ જાઓ.

તમે અલગ ઊર્જા અને પ્રેરણા અનુભવશો મોદીએ વધુમાં કહ્યુ હતુ કે, એક બદલાવ જે તમે જોયો જ હશે, હવે પ્રજાસત્તાક દિવસની ઉજવણી 23મી જાન્યુઆરીથી શરૂ થશે, નેતાજી સુભાષ ચંદ્ર બોઝની જન્મજયંતિ અને તે 30 જાન્યુઆરી સુધી એટલે કે ગાંધીજીની પુણ્યતિથિ સુધી ચાલશે. આ દરમિયાન પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર પણ આપવામાં આવ્યો હતો. એવા બાળકોને જેમણે સાહસ કર્યું છે. આપણે બાળકોને આ વિશે જરુરથી જણાવવું જોઈએ. પીએમ મોદીએ પદ્મ એવોર્ડનો પણ ઉલ્લેખ કર્યો છે. તેમા એવા નામ પણ છે, જેના વિશે બહુ ઓછા લોકો જાણે છે. મોદીએ કહ્યુ કે, આ હીરોએ સામાન્ય સંજોગોમાં અસાધારણ કાર્યો કર્યા છે.

Next Story