Connect Gujarat
દેશ

PM મોદીએ પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટાડવાના નિર્ણયની કરી પ્રશંસા, કહ્યું- અમારા માટે લોકો પહેલા...

ઈંધણ ઉત્પાદનોની સતત વધી રહેલી કિંમતોને કારણે લોકો પર પડી રહેલી અસરને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે શનિવારે પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઈઝ ડ્યુટીમાં મોટો ઘટાડો કરવાની જાહેરાત કરી છે.

PM મોદીએ પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટાડવાના નિર્ણયની કરી પ્રશંસા, કહ્યું- અમારા માટે લોકો પહેલા...
X

ઈંધણ ઉત્પાદનોની સતત વધી રહેલી કિંમતોને કારણે લોકો પર પડી રહેલી અસરને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે શનિવારે પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઈઝ ડ્યુટીમાં મોટો ઘટાડો કરવાની જાહેરાત કરી છે. નાણાપ્રધાને પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઈઝ ડ્યુટીમાં અનુક્રમે રૂ.8 અને રૂ.6 પ્રતિ લિટરનો ઘટાડો કરવાની જાહેરાત કરી હતી. આ સાથે ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓ માટે સબસિડીની પણ જાહેરાત કરવામાં આવી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ દ્વારા કરવામાં આવેલી જાહેરાતની પ્રશંસા કરી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને કહ્યું- ઉજ્જવલા યોજનાએ કરોડો ભારતીયોને, ખાસ કરીને મહિલાઓને મદદ કરી છે. ઉજ્જવલા યોજના માટે સબસિડી આપવાના નિર્ણયથી લાભાર્થીઓના બજેટમાં ઘણી રાહત થશે. પીએમ મોદીએ કહ્યું કે અમારી સરકાર માટે સામાન્ય જનતા પ્રાથમિકતા છે. એક્સાઈઝ ડ્યુટી ઘટાડવાના આજના નિર્ણયની વિવિધ ક્ષેત્રો પર હકારાત્મક અસર થશે. તેમજ આપણા નાગરિકોને પણ રાહત મળશે. નોંધનીય છે કે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે શનિવારે પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઈઝ ડ્યુટીમાં અનુક્રમે 8 રૂપિયા અને 6 રૂપિયા પ્રતિ લિટર ઘટાડવાની જાહેરાત કરી હતી. આ સાથે તેમણે ઘરોમાં રસોઈ બનાવવા માટે ઉપયોગમાં લેવાતા એલપીજી સિલિન્ડર પર પ્રતિ સિલિન્ડર 200 રૂપિયાની સબસિડી આપવાની પણ જાહેરાત કરી હતી. આ સબસિડી ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને એક વર્ષમાં 12 ગેસ સિલિન્ડર પર આપવામાં આવશે.

Next Story