ગોવાના સીએમ તરીકે પ્રમોદ સાવંતે લીધા શપથ, સતત બીજી વખત બન્યા મુખ્યમંત્રી

પ્રમોદ સાવંતે સોમવારે સતત બીજી વખત ગોવાના સીએમ તરીકે શપથ લીધા.

New Update

પ્રમોદ સાવંતે સોમવારે સતત બીજી વખત ગોવાના સીએમ તરીકે શપથ લીધા. રાજ્યપાલ પીએસ શ્રીધરન પિલ્લઈએ શ્યામા પ્રસાદ મુખર્જી સ્ટેડિયમ ખાતે પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા.

તત્કાલિન મુખ્યમંત્રી મનોહર પર્રિકરના નિધન બાદ 2017માં પ્રમોદ સાવંત મુખ્યમંત્રી બન્યા હતા. વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ પ્રધાન અમિત શાહ, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, ભાજપ પ્રમુખ જેપી નડ્ડા, ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ અને ભાજપના ઘણા વરિષ્ઠ નેતાઓએ સાવંતના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપી હતી. પ્રમોદ સાવંત ઉપરાંત વિશ્વજીત રાણે, મૌવિન ગોડિન્હો, રવિ નાયક, નિલેશ કેબ્રાલ, સુભાષ સિરોડકર, રોહન ખુંટે, ગોવિંદ ગૌડે, અતાનાસિયો મોન્સેરેટે મંત્રી તરીકે શપથ લીધા.