Connect Gujarat

શું છત્તીસગઢમાં કોંગ્રેસ બદલશે મુખ્યમંત્રી.! મોટો નિર્ણય લેવાની તૈયારીમાં છે રાહુલ ગાંધી

શું છત્તીસગઢમાં કોંગ્રેસ બદલશે મુખ્યમંત્રી.! મોટો નિર્ણય લેવાની તૈયારીમાં છે રાહુલ ગાંધી
X

છત્તીસગઢમાં સત્તાનો સંઘર્ષ હવે રાહુલ ગાંધીનાં દરબારમાં આવી પહોંચ્યો છે. છેલ્લા ઘણા સમયથી આ રાજ્યમાં કોંગ્રેસમાં વિવાદ ચાલી રહ્યા છે. વર્તમાન મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ અને રાજ્યનાં કોંગ્રેસનાં દિગ્ગજ નેતા TS સિંહદેવ વચ્ચે સૌથી મોટો સંઘર્ષ ચાલી રહ્યો છે જેમાં સિંહદેવને હવે રાજ્યનાં મુખ્યમંત્રી બની જવું છે.

આ પહેલા ભૂપેશ ઘણીવાર કહી ચૂક્યા છે કે જો હાઇકમાન્ડ કહેશે તો હું રાજીનામું આપી દઇશ પરંતુ તેમના જૂથનાં ધારાસભ્યો જલ્દી માની જાય એમ નથી. એવામાં હાઇકમાન્ડ ત્વરિત નિર્ણય લેવામાં અક્ષમ હોય તેવું દેખાઈ રહ્યું છે. વારંવાર કોંગ્રેસમાં આવા વિવાદો જોવા મળે છે ત્યારે વિવાદોને શાંત કરવા માટે કોંગ્રેસમાં ક્યાંકને ક્યાંક લીડરશિપની ઉણપ હોય તેવું દેખાઈ રહ્યું છે.

છેલ્લા 24 કલાકથી છત્તીસગઢમાં CM બદલાઈ જશે તેવી ચર્ચાઓ વધુ તેજ થઈ ગઈ છે. 40 જેટલા ધારાસભ્યો દિલ્હીમાં ધામા નાંખીને બેઠા છે. નોંધનીય છે કે વર્ષ 2018માં જ્યારે વિધાનસભા ચૂંટણીઓ બાદ રાજ્યમાં કોંગ્રેસે સરકાર બનાવી ત્યારે ભૂપેશ બઘેલને કમાન સોંપવામાં આવી હતી. તે સમયે પણ એવી અટકળો થઈ હતી કે અઢી વર્ષ બાદ સિંહદેવને રાજ્યનાં સીએમ બનાવી દેવામાં આવશે. જોકે ત્યારે અને અત્યારે આજ સુધી આ અટકળો પર કોંગ્રેસ દ્વારા આધિકારિક જાહેરાત કરવામાં આવી નથી.

દિલ્હી જતાં પહેલા મુખ્યમંત્રીએ કહ્યું કે મને સંદેશ આવ્યો છે કે હું રાહુલ ગાંધી સાથે મુલાકાત કરું. તેમના આદેશ અનુસાર હું દિલ્હી જઈ રહ્યો છે અને તેનાથી વધારે મારી પાસે કોઈ જાણકારી નથી.

Next Story
Share it