Connect Gujarat
દેશ

ઉત્તરપ્રદેશ : કાનપુરને મેટ્રોની ભેટ, જાણો મેટ્રોનું ભાડું સ્ટોપેજ અને અન્ય વિગતો

ઉત્તર પ્રદેશના લખનૌ બાદ કાનપુરને મેટ્રોની ભેટ મળી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજ રોજ કાનપુર મેટ્રોનું ઉદ્ઘાટન કર્યું હતું.

ઉત્તરપ્રદેશ : કાનપુરને મેટ્રોની ભેટ, જાણો મેટ્રોનું ભાડું સ્ટોપેજ અને અન્ય વિગતો
X

ઉત્તર પ્રદેશના લખનૌ બાદ કાનપુરને મેટ્રોની ભેટ મળી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજ રોજ કાનપુર મેટ્રોનું ઉદ્ઘાટન કર્યું હતું. મેટ્રોને ફ્લેગ ઓફ કર્યા બાદ વડાપ્રધાન મોદીએ મેટ્રોમાં સફર પણ કરી હતી. કાનપુર મેટ્રો અત્યાધુનિક ટેકનોલોજીથી સજ્જ છે.

કાનપુર મેટ્રોના પહેલા સેક્શનમાં મેટ્રો 9 કિલોમીટર લાંબા રૂટ પર દોડશે. પ્રથમ તબક્કામાં IIT કાનપુરથી મોતીઝીલ સુધીના 9 સ્ટેશનો વચ્ચે મેટ્રો ટ્રેન દોડશે. તેના એક દિવસ પછી એટલે કે 29 ડિસેમ્બર 2021થી કાનપુરમાં 6 જોડી મેટ્રો ટ્રેનો આ રૂટને ઝડપી બનાવશે. શરૂઆતમાં, દરેક સ્ટેશન પર 10 મિનિટના અંતરાલ પર ટ્રેનો ઉપલબ્ધ થશે. જો કે આ પછી જેમ જેમ મેટ્રો ટ્રેનની સંખ્યા વધશે તેમ તેમ તેનો સમય ઘટશે. IIT થી મોતીઝીલનું ભાડું 30 રૂપિયા હશે. જ્યારે કાનપુર મેટ્રોનું ન્યૂનતમ ભાડું 10 રૂપિયા હશે. ખાસ વાત એ છે કે કાનપુર મેટ્રોની ટિકિટ QR કોડની હશે.

યુપી મેટ્રો રેલ કોર્પોરેશને કાનપુર મેટ્રોનો 09 કિમીનો ટ્રેક 2 વર્ષમાં તૈયાર કર્યો છે. કાનપુર IIT થી મોતીઝીલ સુધીની 09 કિલોમીટરની મુસાફરીમાં 09 સ્ટેશન છે. કાનપુરમાં મેટ્રો રેલ પ્રોજેક્ટની સમગ્ર લંબાઈ 32 કિમી છે. તે 11,000 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે બનાવવામાં આવી રહ્યું છે. જણાવી દઈએ કે કાનપુરમાં મેટ્રોના બીજા તબક્કાનું કામ પણ ઝડપથી ચાલી રહ્યું છે. રાજ્ય સરકારે કાનપુરના લોકોને 2022ની યુપી વિધાનસભા ચૂંટણી પહેલા મેટ્રો આપવાનું વચન આપ્યું હતું. જેનો પ્રથમ તબક્કો 2021ના અંત પહેલા પૂર્ણ થઈ ગયો છે.

Next Story