Connect Gujarat
દેશ

જાણીતા ડાયરેક્ટરે તિરંગાનું કર્યું અપમાન,જાણો સમગ્ર મામલો..?

તિરંગો એટલે ભારતીયોનો શાન અને માન હોય છે. અને તેના માટે એ કઈ પણ કરવા તૈયાર હોય છે.

જાણીતા ડાયરેક્ટરે તિરંગાનું કર્યું અપમાન,જાણો સમગ્ર મામલો..?
X

તિરંગો એટલે ભારતીયોનો શાન અને માન હોય છે. અને તેના માટે એ કઈ પણ કરવા તૈયાર હોય છે. પણ ક્યારેક લોકો તિરંગાનું અપમાન કરે તેને સબક શીખવાડવા પોલીસ આકરા પગલાં ભરતી હોય છે. આ બધાની વચ્ચે જાણીતા વેબ સીરિઝનો ડાયરેક્ટરે તેમના સોશિયલ મીડિયામાં તિરંગાને અશ્લીલ રૂપે દર્શાવ્યો હતો એટલું જ નહીં તેમને અન્ય રાજકીય નેતાના પણ ખોટા ટ્વિટ કર્યા હતા. આ વાતની જાણ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના ટેક્નિકલ સેલને થયા બાદ એની સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. ક્રાઈમ બ્રાંચે અવિનાશ દાસ વિરુદ્ધ પ્રિવેન્શન ઓફ ઇન્સલ્ટ ટુ નેશનલ ઓનર એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતા તમામ લોકો માટે ચોંકાવનારી બાબત છે કે તમારી તમામ પોસ્ટ અને એક્ટિવિટી પર પોલીસની નજર રહેતી હોય છે.તેની સાથે જ કોઈ પણ વિવાદાસ્પદ અથવા કોઈની પણ લાગણી દુભાય તેવી પોસ્ટ કરવા બદલ જેલના સળિયા પાછળ પણ જવું પડે છે.તેવામાં મુંબઈના વિવાદિત ફિલ્મ ડિરેક્ટર અવિનાશ દાસ દ્વારા ભારતના રાષ્ટ્ર ધ્વજનું અપમાન થાય તેવી એક પોસ્ટ સોશિયલ મીડિયામાં શેર કરાઈ હતી.જે બદલ તેમના વિરુદ્ધ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ ખાતે ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે આરોપી અવિનાશ દાસની સોશિયલ મીડિયા પોસ્ટ તપાસ કરતા સામે આવ્યું કે હાલમાં જ મની લોન્ડરિંગ કેસમાં ઝડપાયેલા ઝારખંડના મહિલા IAS પૂજા સિંઘલ સાથે પણ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો પાંચ વર્ષ જુનો ફોટો પોસ્ટ કરી લોકોમાં ગેરસમજ ઉભી કરવાની અને તેઓની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવા કોશિશ કરવા બદલ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે અવિનાશ દાસે શી, રનવે લુગાઈ, અનારકલી ઓફ આરાહ, રાત કી બાત હૈ જેવી વેબ સિરીઝો બનાવી છે. રાષ્ટ્રધ્વજની ગરિમાને હાનિ પહોંચે તે રીતે એક સ્ત્રીનું વિકૃત પેઇન્ટિંગ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરવા અને કેન્દ્રીય ગૃહમંત્રી પ્રતિષ્ઠાને હાનિ પહોંચે તેવો ફોટો પોસ્ટ કરવા બદલ અવિનાશ દાસની સામે ઇન્ડિયન પીનલ કોડ કલમ 469 તથા ધી પ્રિવેન્શન ઓફ ઇન્સલ્ટ ટુ નેશનલ ઓનર એક્ટ, 1971 ની કલમ 2 તથા આઈટી એક્ટ 67 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

Next Story