Connect Gujarat
દેશ

યોગી આદિત્યનાથે આનંદીબહેન પટેલને સોપ્યુ રાજીનામું, હોળી બાદ શપથ ગ્રહણ કરે એવી શકયતા

ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણીમાંભારતીય જનતા પાર્ટીની શાનદાર જીત પછી યુપીના કાર્યકારી મુખ્યમંત્રી યોગી આદિત્યનાથરવિવારે દિલ્હી જશે.

યોગી આદિત્યનાથે આનંદીબહેન પટેલને સોપ્યુ રાજીનામું, હોળી બાદ શપથ ગ્રહણ કરે એવી શકયતા
X

ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણીમાંભારતીય જનતા પાર્ટીની શાનદાર જીત પછી યુપીના કાર્યકારી મુખ્યમંત્રી યોગી આદિત્યનાથરવિવારે દિલ્હી જશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે યોગી અહીં વડાપ્રધાન મોદી અનેભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેની નડ્ડા સાથે મુલાકાત કરવાના છે. આવતી કાલે દિલ્હીમાંયોગી સરકારના નવા કેબિન્ટ સભ્યો નક્કી થાય તેવી પણ શક્યતા છે. આ દરમિયાન એવુંજાણવા મળ્યું છે કે યોગી તેમના નવા મંત્રીમંડળ સાથે હોળી પછી શપથ ગ્રહણ કરશે. આજેયોગી આદિત્યનાથે રાજ્યપાલ આનંદીબેન પટેલને તેમનું રાજીનામું આપી દીધું છે. રવિવારેદિલ્હી જતા પહેલાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શનિવારે તેમના ઘરે કેબિનેટમંત્રીઓની બેઠક બોલાવી હતી.2022ની ચૂંટણી જીત્યા પછી યોગી આદિત્યનાથે આ પહેલી બેઠક કરી છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે ઉપ મુખ્યમંત્રી દિનેશ શર્મા, કેબિનેટ મંત્રીબૃજેશ પાઠક, મંત્રી લાલજી ટંડ અને મંત્રી અનિલ રાજભર યોગીના ઘરે પહોંચ્યા છે.કેબિનેટ મંત્રીઓ સાથે બેઠક પછી યોગી આદિત્યનાથ રાજભવન પહોંચ્યા હતા. અહીં તેમણેમહાત્મા ગાંધીની મૂર્તિને ફૂલ અર્પણ કર્યા હતા. ત્યારપછી તેઓ રાજ્યપાલ આનંદીબેનપટેલને મળવા પહોંચ્યા હતા. આજે રાજ્યપાલ આનંદીબેનને રાજીનામું સોંપ્યા પછી હવે નવીસરકાર બનાવવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. આ વખતે બીજેપી સરકાર સત્તામાંપરત આવી તેના ઘણાં અર્થ જોવામાં આવી રહ્યા છે. ઘણી અંધશ્રદ્ધાઓ ટૂટી ગઈ છે, ઘણાં મુદ્દાઓગાયબ થઈ ગયા છે. જે લખીમપુરી ખીરી વિસ્તારમાં તિકુનિયા હિંસા થઈ હતી, ત્યાં પણબીજેપીએ ક્લિન સ્વીપ કરીને 8 સીટો પર જીત મેળવી છે.

Next Story