મંત્રી ઇશ્વર પટેલના હસ્તે અંકલેશ્વરમાં ત્રિલોકી હોસ્પીટલનું થયું ઉદ્ઘાટન....!

New Update
મંત્રી ઇશ્વર પટેલના હસ્તે અંકલેશ્વરમાં ત્રિલોકી હોસ્પીટલનું થયું ઉદ્ઘાટન....!

તન ની સાથે મન ની તંદુરસ્તીને લક્ષ્યમાં રાખી અદ્યતન સારવાર આપવામાં આવશે

તા.૧૨/૦૮/૨૦૧૮ રવિવારના રોજ ત્રિલોકી હોસ્પીટલનું ઉદ્ઘાટન રાજય કક્ષાના મંત્રી ઇશ્વર પટેલ દ્વારા થયું. જેમાં બ્રહ્માકુમારીઝના અમદાવાદથી બ્ર.કુ.નેહાબેન સિધ્ધપુરથી વિજયાબેન તથા ભરૂચના પ્રભાદીદી, બ્ર.કુ.સુનિલાબેન હાજર રહી આશીર્વચન આપ્યા.ધારાસભ્ય દુષ્યંત પટેલની હાજરી સૌના માટે પ્રેરક રહી.

આ હોસ્પીટલ ડો.કેતુલ મહેતા, ડો.જીનલ મહેતાના અનુભવોના આધારે જનકલ્યાણ હેતુથી શરૂ કરેલ છે.તન ની સાથે મન ની તંદુરસ્તીને લક્ષ્યમાં રાખી અદ્યતન સારવાર આપવામાં આવશે.નેહાબેને બોલીંગથી હીલીંગ તરફની સારવાર પર ભાર મૂક્યો.

મંત્રી ઇશ્વર પટેલે હોસ્પીટલના હેતુઓને નોંધ લીધી. દુષ્યંતભાઈએ જરૂરી સેવાર્થે સૂચનો આપ્યા. કાર્યક્રમમાં સુંદર ગીતો હંસાબેન પ્રવિણભાઈની ટીમ તરફથી રજુ થયા. આભારદર્શન નિકુંજભાઈએ આગવી શૈલીમાં કર્યું. સંચાલન રૂચીપૂર્વક નરેન્દ્રભાઈ એ કર્યું. ડો. કેતુલભાઈના પેશન્ટોએ પોતાના અનુભવો જાહેરમાં વ્યકત કરી સૌને માહિતગાર કર્યા હતા.બ્રહમા કુમારી દીદીઓએ અંતરની શુભેચ્છાઓ પાઠવી હતી.

અંકલેશ્વર જી.આઈ.ડી.સી. જેવા વિસ્તારમાં સ્થિત ત્રિલોકી હોસ્પીટલ આવનારા દિવસોમાં ખરેખર લોક ઉપયોગી થશે. જેમાં ૩૫ પથારીની સગવડ છે. વિવિધ વીઝીંટીંગ ફેકલ્ટીની લાભ મળશે. આ હોસ્પીટલ ISO 9001 : 2015 સર્ટીફાઈડ છે. અનુભવી સપોર્ટ સ્ટાફથી સજજ આ હોસ્પીટલમાં માઈનર ઓટી ની સુવિધા પણ ઉપલબ્ધ છે.