GSTની અસરના પગલે રાજયભરમાં પ્રખ્યાત જંબુસર પતંગ બજારમાં મંદીનો માહોલ

New Update
GSTની અસરના પગલે રાજયભરમાં પ્રખ્યાત જંબુસર પતંગ બજારમાં મંદીનો માહોલ

ઉત્તરાયણ પર્વમાં ભરૂચના જંબુસરની પતંગોની રાજ્યભરમાં માંગ છે જ્યારે જંબુસરના પતંગ બજારમાં પણ GST ના અસરને લિધે મંદીનો માહોલ છવાયો છે.

ઉત્તરાયણ પર્વને ગણતરીના દિવસો બાકિ રહ્યા છે. જંબુસર નગરમાં પતંગ અને દોરાનો મોટો જથ્થો જોવા મળી રહ્યો છે. જંબુસર માં પતંગ બનાવવાનો ઉદ્યોગ ધણા વર્ષો પહેલા મરાઠા તેમજ ડબગર કુટુંબો ઘ્વારા શરૂ કરાયો હતો. જંબુસરની પતંગો રાજ્યભરમાં વખણાય છે. પતંગ રસિયાઓ મોટી સંખ્યામાં પતંગ ખરીદવા અહીં આવતા હોય છે. જંબુસરમાં પતંગ ઉદ્યોગથી ઘણા કુટુંબો રોજગારી મેળવી રહયા છે. મકરસંક્રાંતિ પર્વને અનુલક્ષી જંબુસર બજારમાં રંગબેરંગી અવનવી ડિઝાઈનના પતંગો મોદી-યોગી ની જોડી, વિક્રમ -રાધા , મોદી vs રાહુલ, પતંગોએ આકર્ષણ જમાવ્યું છે. ત્રિવેણીકાગળ, કલકત્તી કાગળ, અજન્તા કાગળ ઉપરાંત રંગીન તેમજ સફેદ બટર પેપર વાંસની કામળી જેવા કાચા માલમાંથી પતંગો મરાઠા, ડબગર,દેવી પૂજક સમાજના લોકો પતંગો બનાવી પોતાનું જીવન નિર્વાહચલાવે છે.

જંબુસર નગરમાં સુરત, ભરૂચ, વડોદરા,અમદાવાદથી પતંગ રસિકો પતંગ ખરીદવા જંબુસર આવે છે. રૂપિયા બે થી લઈ રૂપિયા વીસ પ્રતિ નંગના ભાવની પતંગો તથા ૧૦૦ નંગ પતંગ પ્રમાણે પણ ભાવ છે. જે રૂપિયા બસોથી બે હજાર સુધીની કિંમતમાં ઉપલબ્ધ છે. બજારમાં વિવિધ ડિઝાઇનની ફુદ્દીના પતંગોથી માંડી ચીલી, કચકળો, ઢાલ,ફજુ જેવા પતંગોની માંગ વર્તાઇ રહી છે.

જંબુસરના પતંગ વેપારીઓ અનુસાર ચાલુ વર્ષે પતંગના વેપારમાં જીએસટીની અસર નડી રહી છે. જીએસટી લાગવાથી કાગળ કામળી નો ભાવ ૩૦ ટકા વધારોનોંધાતા મંદીનો માહોલ હોવાનું પતંગ વેપારીઓ દ્વારા જાણવા મળે છે જો કે છેલ્લા દિવસોમાં પતંગ ખરીદી કરવા પતંગ રસિકોની ભીડ જોવા મળશે તેવી દુકાનદારો આશ લગાવી રહ્યા છે. કાગળના કસબીઓ પતંગ ઉદ્યોગ થકી વર્ષભરનો રોટલો રળી લેતા હોય છે તો પતંગ રસિકો માટે તેઆનંદ પ્રમોદ પીરસી જીવનમાં ખુશીઓનો ભંડાર ભરે છે.

Read the Next Article

અમરેલી : કુકાવાવ નાકા નજીક ગેરકાયદે બાંધકામો પર ફર્યું તંત્રનું બુલડોઝર, અન્ય દબાણકર્તાઓમાં ફફડાટ..!

ગેરકાયદેસર બાંધકામનું તંત્ર દ્વારા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં કેટલીક ગેરકાયદેસર દીવાલ સાથે કરાયેલ બાંધકામને તંત્રએ તોડી પાડ્યું

New Update
  • શહેરમાં બિનધિકૃત દબાણો પર ફર્યું દાદાનું બુલડોઝર

  • કુકાવાવ નાકા નજીક કરાયા ગેરકાયદેસર બાંધકામ

  • ગેરકાયદેસર બાંધકામ સામે ડિમોલેશન હાથ ધરાયું

  • 310 મીટર જેટલી જગ્યા વહીવટી તંત્રએ ખુલ્લી કરી

  • પોલીસ, PGVCLને સાથે રાખી ડિમોલેશન હાથ ધરાયું

અમરેલીના કુકાવાવ નાકા નજીક કરાયેલ ગેરકાયદેસર બાંધકામ સામે 45ડિમોલેશન પ્રક્રિયા હાથ ધરી 310 મીટર જેટલી જગ્યા તંત્ર દ્વારા ખુલ્લી કરવામાં આવી હતી.

અમરેલી શહેર તથા જીલ્લામાં કરાયેલા બિનધિકૃત દબાણો પર હાલ દાદાનું બુલડોઝર ફેરવવામાં આવી રહ્યું છેત્યારે અમરેલીના કુકાવાવ નાકા નજીક ગેરકાયદેસર બાંધકામનું તંત્ર દ્વારા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં કેટલીક ગેરકાયદેસર દીવાલ સાથે કરાયેલ બાંધકામને તંત્રએ તોડી પાડ્યું હતું.

પાલિકા તંત્રએ પોલીસ વિભાગ, PGVCL સહિતની ટીમને સાથે રાખી ડિમોલેશન પ્રક્રિયા હાથ ધરી હતી. જેમાં કુકાવાવ નાકા પર કોર્નરની 310 મીટર જગ્યા ખુલ્લી કરવામાં આવી હતી. તો બીજી તરફવહીવટી તંત્રની કામગીરીના પગલે અન્ય દબાણકર્તાઓમાં ફફડાટ ફેલાયો હતો.

Latest Stories