Connect Gujarat
ગુજરાત

ભરૂચ : જંબુસરના કોરા ગામે રાષ્ટ્રીય સેવા યોજના અંતર્ગત તાલીમ શિબિર યોજાઈ

ભરૂચ : જંબુસરના કોરા ગામે રાષ્ટ્રીય સેવા યોજના અંતર્ગત તાલીમ શિબિર યોજાઈ
X

તાજેતરમાં જંત્રાણ વિદ્યામંદિર એન.એસ.એસ. યુનિટની ખાસ શિબિર કોરા ગામે યોજાઈ હતી . શાળાના એન.એસ.એસ. યુનિટના તમામ સ્વયંસેવકોએ પ્રોગ્રામ ઓફીસર વિજય કુમાર રાઠવાની આગેવાની તથા આચાર્ય રફીક મન્સુરી ના માર્ગદર્શન હેઠળ ગામના તમામ ફળિયામાં સાફ-સફાઈ કરી હતી અને ગામના તમામ મુખ્ય રસ્તાઓ પરના ખાડામાં માટી કામ કર્યું હતું. પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ગામ લોકોને મળીને સમજાવી હતી. જ્યાં ગટર જોડાણ ના હોય તેવા કેટલાક ઘરોમાં સ્વયંસેવકોએ શોષખાડા તૈયાર કરી કાર્યરત હાલતમાં સુપ્રત કર્યા હતા.

તમામ કામગીરી પૂર્ણ થયા બાદ ગામમાં સેવા અને સફાઈનો સંદેશ આપતા બેનરો સાથે સૂત્રોચ્ચાર કરી રેલી કાઢી હતી. રેલીનું સમાપન વિશાળ સભાના રૂપમાં થયું હતું જેમાં ગામના સરપંચ ચંદ્રેશભાઇ ગોહિલ, માજી સરપંચ, તલાટી, પ્રાથમિક શાળાના શિક્ષકો અને ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. એન. એસ. એસ સ્વયંસેવકોએ નાટક ગીત હાસ્ય સમાચાર પ્રસ્તુત કર્યા હતા.

Next Story