જામનગરઃ સ્કૂલ સામે સ્થાનિક લોકોની ગાંધીગીરી, ટ્રાફિક સમસ્યાથી કંટાળતાં બોલાવી રામધૂન

New Update
જામનગરઃ સ્કૂલ સામે સ્થાનિક લોકોની ગાંધીગીરી, ટ્રાફિક સમસ્યાથી કંટાળતાં બોલાવી રામધૂન

સેન્ટ ફ્રાન્સીસ શાળા પાસે પાર્કિંગ માટેની સુવિધા નહીં હોવાથી વારંવાર ટ્રાફિકની સમસ્યા થાય છે

જામનગરના હિંમતનગર વિસ્તાર નજીક આવેલી મિસનરી સ્કૂલ પાસે પાર્કિંગની સુવિધા ન હોવાથી અવાર નવાર ટ્રાફિકની સમસ્યાનો સ્થાનિક લોકો ભોગ બની રહ્યા છે. આ સંદર્ભે શાળા સંચાલકોને અનેક વખત રજૂઆત કરવા છતાં કોઈ પગલાં નહીં લેવાતાં સ્થાનિક લોકોએ અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતા. અને ગાંઘીગીરી કરી રામધૂન બોલાવી હતી.

જામનગરના હિંમતનગર વિસ્તાર પાસે આવેલી મીશનરી સ્કૂલ સેન્ટ ફ્રાન્સીસ દ્વારા સ્કૂલમાં આવતા વિદ્યાર્થીઓ માટે પાર્કિંગની યોગ્ય વ્યવસ્થાના હોઈ તેમજ શાળા છૂટવાના સમયે થતી ટ્રાફિક જામની સમસ્યાથી કંટાળી આ વિસ્તારના રેહવાસીઓએ સ્કૂલના ગેટ પાસે રામધૂન બોલાવી નવતર વિરોધ વ્યક્ત કર્યો હતો. સેન્ટ ફ્રાન્સીસ સ્કૂલના શાળા સંચાલકોને અનેક વખત રજુઆત કરવા છતાં પણ ટ્રાફિકનો પ્રશ્ન હલ નહીં થતાં સ્કૂલની આજુબાજુના લોકોએ રામધૂન બોલાવી હતી. જ્યારે શાળા સંચાલકોએ મીડિયા સમક્ષ પોતાનો બચાવ કર્યો હતો. દેખાવકારો ખોટા હોવાનો આક્ષેપ કર્યો હતો.

જામનગરની સેન્ટ ફ્રાન્સીસ સ્કૂલ નજીકના 6000 થી વધુ રહેવાસી ઓએ સ્કૂલના કારણે થતી ટ્રાફિક સમસ્યાથી કંટાળી સ્કૂલના ગેટ પર રામધૂન બોલાવી વિરોધ વ્યક્ત કર્યો હતો. જો આગામી દિવસો માં તેમની સમસ્યા નો ઉકેલ કરવા માં નહીં આવે તો ઉગ્ર આંદોલન ની ચીમકી ઉચારી હતી.