જુનાગઢ : ગિરનાર રોપ-વેમાં ખામી સર્જાતા પ્રવાસીઓના જીવ પડિકે બંધાયા, જુઓ રોપ-વેના સંચાલકોએ શું કહ્યું..!

New Update
જુનાગઢ : ગિરનાર રોપ-વેમાં ખામી સર્જાતા પ્રવાસીઓના જીવ પડિકે બંધાયા, જુઓ રોપ-વેના સંચાલકોએ શું કહ્યું..!

શિયાનો સૌથી મોટો ગિરનાર રોપ-વે ટેકનિકલ ખામી સર્જાતા 30 મિનિટથી વધુ સમય માટે બંધ રહ્યો હતો. જેના કારણે અહી આવતા હજારો પ્રવાસીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

એશિયાનો સૌથી મોટો અને આધુનિક ટેકનોલોજી ધરાવતો ગિરનાર રોપ-વે ટેકનિકલ ખામી સર્જાતા બંધ થયો હતો. જેના કારણે પ્રવાસીઓ સહિત રોપ-વેના સંચાલકોમાં ભારે દોડધામ મચી હતી. જોકે સમગ્ર મામલે રોપ-વેના સંચાલકોએ દાવો કર્યો હતો કે, પાવર વધઘટ હોવાની સમસ્યાના કારણે રોપ-વે બંધ કરવો પડ્યો હતો. રોપ-વે અડધો કલાક જ બંધ રાખવામાં આવ્યો હતો. પરંતુ હાલ રોપ-વેને પુનઃ શરૂ કરવામાં આવ્યો છે.

જોકે હકીકત એ પણ છે કે, રોપ-વેને સતત 2 કલાકથી પણ વધુ સમય માટે બંધ રાખવામાં આવ્યો હોવાનો પ્રવાસીઓએ આક્ષેપ કર્યો હતો. ઉપરાંત રોપ-વે જનરેટર પર જ ચાલી રહ્યું હોવાનું પણ સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું. જેથી હાલ પાવર ફોલ્ટની વાત ગળે ઉતરે તેમ નથી. તો સાથે જ રોપ-વેમાં કોઈક મોટી ખામી સર્જાઈ હોય, જેને છૂપાવવામાં આવતી હોવાનું પણ લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.

Latest Stories