શાહિદ કપૂરની ફિલ્મ ‘કબીર સિંહ’નું ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે ટ્વીટ કરીને જણાવ્યું છે કે રિલીઝના ત્રીજા દિવસે બોક્સ ઓફિસ પર 27.91 કરોડની કમાણી કરી છે. આ સાથે જ ફિલ્મે પ્રથમ વીકેન્ડમાં જ 70 કરોડથી વધુ કમાણી કરી છે.

શાહિદ કપૂર અને કિયારા અડવાણીની ફિલ્મ ‘કબીર સિંહ’એ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી છે. કબીર સિંહ ફિલ્મ એ તેલુગુ ફિલ્મ અર્જુન રેડ્ડીની રીમેક છે. ફિલ્મ કબીર સિંહ માં શાહિદ કપૂર મેડિકલ સ્ટુડન્ટના રોલ માં છે.

2019 વર્લ્ડ કપની વચ્ચે રિલીઝ થનારી આ ફિલ્મે પેહલા વીકેન્ડમાં સારી એવી કમાણી કરી લીધી છે. 60 કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મ પહેલા વીકેન્ડમાં બજેટ કરતા વધારે કમાણી કરીને બોક્સ ઓફિસમાં સુપર હિટ સાબિત થઈ છે.

LEAVE A REPLY