ભરૂચઃ કરાટે ડો ફેડરેશન દ્વારા પ્રતિભાશાળી ખેલાડીઓનો સન્માન સમારંભ યોજાશે

New Update
ભરૂચઃ કરાટે ડો ફેડરેશન દ્વારા પ્રતિભાશાળી ખેલાડીઓનો સન્માન સમારંભ યોજાશે

આગામી 9 સપ્ટેમ્બરે પંડિત ઓમકારનાથ ઠાકુર કલાભવન ખાતે આ કાર્યક્રમ યોજાશે

કરાટે ડો ફેડરેશન ગુજરાત દ્વારા રાજ્યનાં કરાટે પ્રતિભાશાળી ખેલાડીઓનો સન્માન સમારંભ ભરૂચ ખાતે યોજાવાનો છે. પંડિત ઓમકારનાથ ઠાકુર કલાભવન ખાતે આગામી તારીખ 9 સપ્ટેમ્બર, 2018નાં રોજ રવિવારે યોજાનારા આ કાર્યક્રમમાં ઓલ ભરૂચ ડિસ્ટ્રીક્ટ કરાટે એસોસિએશન અને જય અંબે ઈન્ટરનેશનલ સ્કૂલ ભરૂચ પોતાનો સહયોગ પુરો પાડશે. કરાટે ડો ફેડરેશન એ ગુજરાતની કરાટે રમતની ગવર્નિંગ બોડી છે. અને રાજ્યનાં રમત ગમત વિભાગ દ્વારા માન્યતા પ્રાપ્ત કરેલ છે.

રાજ્યનાં સહકાર અને ખેલ મંત્રી ઈશ્વરસિંહ પટેલની અધ્યક્ષતામાં યોજાનારા આ કાર્યક્રમમાં કરાટે ડો ફેડરેશન સાથે સંકળાયેલા અને વિવિધ સ્તરે મેડલ્સ પ્રાપ્ત કરી નામના મેળવનારા ખેલાડીઓને સન્માનિત કરવામાં આવશે. જેમાં કરાટે એસોશિએશન ઓફ ઈન્ડિયાનાં સેક્રેટરી ભરત શર્મા, ભરૂચનાં ધારાસભ્ય દુષ્યંત પટેલ, જય અંબે ઈન્ટરનેશનલ સ્કૂલનાં ચેરમેન એમ.એસ. જોલી, ISSKAનાં પ્રમુખ બાબુભાઈ પટેલ, કરાટે ડો ફેડરેશનનાં પ્રમુખ વિજય ભટ્ટ, કરાટે ડો ફેડરેશનનાં જનરલ સેક્રેટરી કલ્પેશ મકવાણા, ISSKAનાં ગુજરાતનાં પ્રમુખ યોગેશ પારીક સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહેનાર છે.

Read the Next Article

અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા કરનાર વિદ્યાર્થીની ચેટ આવી સામે

સેવન્થ ડે સ્કૂલમાં 8માં ધોરણના વિદ્યાર્થીએ નાના ઝઘડામાં 10માં ધોરણના વિદ્યાર્થીને છરી મારીને હત્યા કરવામાં આવી આરોપીએ ચેટમાં હત્યા કરી હોવાનું કબૂલ્યું

New Update
Seventh Day School Khokhra

અમદાવાદના ખોખરામાં આવેલી સેવન્થ ડે સ્કૂલમાં 8માં ધોરણના વિદ્યાર્થીએ નાના ઝઘડામાં 10માં ધોરણના વિદ્યાર્થીને છરી મારીને હત્યા કરવામાં આવી હતી તપાસમાં હત્યારા વિદ્યાર્થીએ ઘટના બાદ જે સોશિયલ મીડિયા પર ચેટ કરી હતી તે પોલીસના હાથે લાગી છે અને તેમાં ખુલાસો થયો છે જેમાં આરોપીએ ચેટમાં હત્યા કરી હોવાનું કબૂલ્યું છે.

Seventh Day School Khokhra

મૃત વિદ્યાર્થીએ તેને તું કોન હૈ ક્યાં કર લેગા? તેમ કહ્યું હતું એટલે મેં ચાકુ માર્યુ તેવી ચેટ જોવા મળી છે. સામેના શખ્સે કહ્યું કે સામેના શખ્સે કહ્યું, અરે તો ચાકૂ થોડી મારના હોતા હૈ...આ ચેટ તેના કોઇ મિત્ર અથવા ભાઇ સાથેની હોઇ શકે છે. સામે જે શખ્સ છે તેણે આરોપીને અંડરગ્રાઉન્ડ થવાની સલાહ આપી હતી.

ઉલ્લેખનીય છે કે સમગ્ર રાજ્યમાં ચકચાર જગાવનારા આ બનાવની તપાસ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને સોંપાઇ છે. ક્રાઈમ બ્રાંચના પીઆઈ એસ જે જાડેજા આ હત્યાની તપાસ કરી રહ્યા છે.