Connect Gujarat
Featured

કચ્છ : બન્ની ભેંસના વખાણ કઇ અમસ્તા ન હતાં કર્યા વડાપ્રધાને, જુઓ કેટલા રૂપિયામાં વેચાઇ બન્ની ભેંસ

કચ્છ : બન્ની ભેંસના વખાણ કઇ અમસ્તા ન હતાં કર્યા વડાપ્રધાને, જુઓ કેટલા રૂપિયામાં વેચાઇ બન્ની ભેંસ
X

તાજેતરમાં કચ્છમાં સોલાર પાર્ક સહિતના પ્રોજેકટના ભુમિપુજન માટે આવેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બન્ની ભેંસના વખાણ કર્યા હતાં. સમગ્ર વિશ્વમાં જાણીતી બન્ની ભેંસે તેના માલિકને લખપતિ બનાવી દીધો છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી કચ્છની મુલાકાતે આવ્યા હતાં. ધોરડો ખાતે આયોજિત કાર્યક્રમમાં પીએમ મોદીએ ઉદબોધન દરમિયાન કચ્છ અને કચ્છની ખુમારીનાં વખાણ કર્યા હતાં. વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે બન્નીની ભેંસ એટલી પ્રખ્યાત છે કે, પાંચ લાખ રૂપિયાની એક ભેંસ આવે,એટલામાં તો બજારમાં બે ગાડી આવી જાય.. વડાપ્રધાને જે ભેંસના વખાણ કર્યા છે તેના માલિક સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો હતો. ભુજ તાલુકાના કુનરિયા ગામના ભરતભાઇ લખમણભાઈ આહીરની બન્ની કુંઢી ભેંસ 1 કે 2 લાખમાં નહિ પણ પુરા 5.11 લાખમાં વેચાઈ હતી,સુરતના કાળુભાઇ દેસાઈ નામના માલધારીએ કચ્છથી આ ભેંસ ખરીદી હતી. જે વાતનો ખુદ પીએમએ ઉલ્લેખ કર્યો હતો.

ભુજ તાલુકામાં આવેલ બન્ની ગ્રાસ લેન્ડ વિસ્તાર રક્ષિત જંગલ છે,બન્નીએ એશિયાના સૌથી મોટા ઘાસિયા મેદાન તરીકે માન્યતા મેળવી છે,અહીં કુદરતી રીતે વિપુલ પ્રમાણમાં ઘાસ ઉગે છે જેથી મોટાભાગના માલધારી પરિવારોનો નિભાવ થાય છે. બન્ની ભેંસની ખાસિયત એ છે કે તેની પાચનશક્તિ સારી હોય છે,કચ્છમાં ઠંડી,તડકો અને વરસાદની સમસ્યા વચ્ચે દરેક પરિસ્થિતિનો સામનો ભેંસ કરે છે તેમજ પોતાની જાતે ઘાસ ચરવા જાય અને પરત ઘરે આવી જાય,જે ભેંસ રૂ પાંચ લાખ રૂપિયામાં વેચાઈ હતી તે દરરોજ 23 લીટર દૂધ આપતી હતી,સામાન્ય રીતે ભેંસની કિંમત 1 લાખથી શરૂ થાય છે કચ્છમાં રૂ.5 લાખમાં ભેંસ વેચાઈ હોવાનો પ્રથમ કિસ્સો બન્યો હતો.

Next Story