Connect Gujarat
દેશ

મહારાષ્ટ્ર સરકારમાં કોંગ્રેસના ૧૦ મંત્રી લેશે શપથ, જાણો કોને મળી શકે છે મંત્રી પદ?

મહારાષ્ટ્ર સરકારમાં કોંગ્રેસના ૧૦ મંત્રી લેશે શપથ, જાણો કોને મળી શકે છે મંત્રી પદ?
X

મહારાષ્ટ્રમાં આજે

ઉદ્ધવ કેબિનેટનું વિસ્તરણ થશે. 10 પ્રધાનો આજે કોંગ્રેસ વતી શપથ લેશે. કેબીનેટ મંડળમાં

મંત્રી તરીકે અશોક ચવ્હાણ, કેસી પાડવી, વિજય વડેત્તીવાર, અમિત દેશમુખ, સુનીલ કેદાર, યશોમતી ઠાકુર, વર્ષા ગાયકવાડ, અસલમ શેખ, જ્યારે સતેજ પાટિલ અને વિશ્વજીત કદમ રાજ્યમંત્રી પદે શપથ લેશે. આ અગાઉ બાલાસાહેબ થોરાટ અને નીતિન રાઉતે કોંગ્રેસ વતી

કેબિનેટ મંત્રી તરીકેના શપથ લીધા હતા. આ રીતે ઉદ્ધવ

સરકારમાં કોંગ્રેસના મંત્રીઓની સંખ્યા 12 થશે.

સૂત્રો અનુસાર શિવસેનાના આદિત્ય ઠાકરે પણ આજે મંત્રી પદના શપથ લઈ શકે છે. આદિત્ય ઠાકરે પ્રથમ

વખત ચૂંટણી લડ્યા છે અને વરલીથી ચૂંટણી જીત્યા છે. કેબિનેટમાં શિવસેના કવોટામાં થી આદિત્ય ઠાકરે, ઉદય સામંત, અબ્દુલ સત્તાર, શંકર ગડખ, અનિલ પરબ, સંદિપન ભૂમરે, શંભુરાજ દેસાઇ, યેદ ગાઉકર, સંજય રાઠોડ, ગુલાબ પાટીલ, દાદા સ્ટ્રો મંત્રી પદના શપથ લઈ શકે છે.

કોના ખાતામાં કેટલા

મંત્રી?

ઉદ્ધવ ઠાકરેએ

મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા, ત્યારે થોડાક જ મંત્રીઓએ શપથ લીધા

હતા. હવે કેબિનેટનું સંપૂર્ણ વિસ્તરણ કરવામાં આવી રહ્યું છે, જેમાં કોંગ્રેસના 12 પ્રધાન, એનસીપીના 16 અને શિવસેનાના 14 પ્રધાન બનાવવામાં આવી શકે છે. બેઠકો પ્રમાણે મંત્રીમંડળનું વિભાજન કરવામાં

આવી રહ્યું છે.

  • કોંગ્રેસ - 10 કેબિનેટ, 2 રાજ્ય પ્રધાનો
  • એનસીપી - 12 કેબિનેટ, 4 રાજ્ય પ્રધાનો
  • શિવસેના - 11 કેબિનેટ, 3 રાજ્ય પ્રધાન

Next Story