Connect Gujarat
દેશ

મહારાષ્ટ્ર બાદ હવે સૌની નજર ઝારખંડ પર, આવતીકાલે પ્રથમ તબક્કાનું મતદાન, નેતાઓએ લગાવી સંપૂર્ણ તાકાત

મહારાષ્ટ્ર બાદ હવે સૌની નજર ઝારખંડ પર, આવતીકાલે પ્રથમ તબક્કાનું મતદાન, નેતાઓએ લગાવી સંપૂર્ણ તાકાત
X

ઝારખંડમાં

ચૂંટણી પ્રચારનો પ્રથમ તબક્કો પૂરો થયો છે. હવે શનિવાર 3૦

નવેમ્બરના રોજ ચત્રા, ગુમલા, બિશુનપુર, લોહરદગા, લાતેહાર, મનિકા, પલામુ, પાંકી, ડાલ્ટેનગંજ, વિશ્રામપુર, છતરપુર, હુસેનાબાદ, ગઢવા

અને ભવનાથપુર વિધાનસભા બેઠકો માટે મતદાન યોજાશે.

ઝારખંડ

વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાની 13 વિધાનસભા બેઠકો માટેનો પ્રચાર ગુરુવારે

સાંજે પાંચ વાગ્યે અટકી ગયો હતો. હવે શનિવારે પ્રથમ તબક્કા માટે 13 વિધાનસભા બેઠકો

પર મતદાન થશે.

પ્રથમ

તબક્કાના મતદાન માટેનું જાહેરનામું 6 નવેમ્બરના રોજ બહાર પાડવામાં આવ્યું હતું, જ્યારે

ઉમેદવારીપત્રો ભરવાની છેલ્લી તારીખ 13 નવેમ્બર હતી. આ પછી, 14

નવેમ્બરના રોજ ઉમેદવારી પત્રોની ચકાસણી કરવામાં આવી હતી અને 16 નવેમ્બર, નામાંકન

પરત ખેંચવાની છેલ્લી તારીખ હતી. 23 ડિસેમ્બરે મતગણના થશે અને ચૂંટણીના પરિણામો

જાહેર થશે.

પ્રથમ

તબક્કાના ચૂંટણી પ્રચારના અંતિમ દિવસે, રાજકીય

પક્ષોએ તેમની સંપૂર્ણ તાકાત લગાવી દીધી હતી. ભાજપ અધ્યક્ષ અમિત શાહે ઝારખંડમાં

ચૂંટણી પ્રચારના પ્રથમ તબક્કા માટે એક સભાને સંબોધન કર્યું હતું. અમિત શાહે

ચત્રાના બાબા ઘાટ બાયપાસ રોડ અને ગઢવાનાં ગોવિંદ હાઇસ્કૂલ મેદાનમાં જાહેર સભાને

સંબોધન કર્યું હતું.

કેન્દ્રીય

ગૃહમંત્રી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહે ચત્રા વિધાનસભા મત વિસ્તારમાંથી પાર્ટીના

ઉમેદવાર જનાર્દન પાસવાનની તરફેણમાં ચૂંટણી સભાને સંબોધન કર્યું હતું. આ દરમિયાન

મુખ્યમંત્રી રઘુવર દાસ અને કેન્દ્રીય પ્રધાન અર્જુન મુંડા પણ હાજર રહ્યા હતા.

ચત્રા વિધાનસભા બેઠક પર ભાજપે તેના સીટીંગ ધારાસભ્ય જય પ્રકાશસિંહ ભોક્તાની ટિકિટ

કાપીને જનાર્દન પાસવાનને મેદાનમાં ઉતાર્યા છે, જ્યારે

આરજેડીએ સત્યનંદ ભોક્તા પર દાવ રમ્યો છે. સત્યનંદ ભોક્તા અગાઉ ભાજપના ધારાસભ્ય રહી

ચૂક્યા છે.

જેને

કારણે ચત્રા વિધાનસભા બેઠક પરની હરીફાઈ ખૂબ જ રસપ્રદ બની છે. વર્ષ 2000માં ઝારખંડ

રાજ્યની રચના પછી, ભાજપના

સત્યનંદ ભોક્તા 2005માં વિધાનસભાની ચૂંટણી જીત્યા હતા અને ધારાસભ્ય બન્યા હતા. જો

કે, 2009 ની ચૂંટણીમાં

આરજેડીના જનાર્દન પાસવાને ભાજપના વિજયરથ રોકીને જીત્યા હતા. આ પછી, 2014

ની ચૂંટણીમાં ભાજપના દિગ્ગજ નેતા જય પ્રકાશસિંહ ભોક્તા અહીંથી જીત્યા હતા.

Next Story