Connect Gujarat
ગુજરાત

આ વર્ષે 'લાલબાગચા રાજા' ની મૂર્તિનું પંડાલ ચંદ્રયાનની થીમ પર શણગારવામાં આવ્યું

આ વર્ષે લાલબાગચા રાજા ની મૂર્તિનું પંડાલ ચંદ્રયાનની થીમ પર શણગારવામાં આવ્યું
X

સમગ્ર દેશમાં ગણેશ ચતુર્થીનો તહેવાર ઉજવવામાં આવે છે. ગણેશ મહોત્સવને લઈને તમામ લોકો તૈયારીઓમાં લાગી ગયા છે. મુંબઈના ગણેશોત્સવમાં સૌથી લોકપ્રિય એવા 'લાલબાગચા રાજા'ના ગણપતિની મૂર્તિનુ શુક્રવારે સાંજે અનાવરણ કરવામાં આવ્યું. ગણપતિબાપાનાં પ્રથમ દર્શન કરાવવામાં આવ્યા હતા.

ભાગ્યેજ કોઈ એવો વ્યક્તિ હશે જેણે લાલબાગના રાજા ગણેશજીનું નામ નહી સાંભળ્યું હોય. મુંબઈના લાલ બાગ ચા રાજાને સમગ્ર દેશમાં ધામધૂમથી પૂજવામાં આવે છે, ગણેશોત્સવમાં સેલિબ્રિટીઝથી લઈને પોલિટિકલ નેતાઓ પણ તેમની આરતી માટે આવે છે. રોજ મોટી સંખ્યામાં ભક્તો બાપાનાં ચરણે આવે છે અને કિંમતી ભેટ-સોગાદો ચઢાવે છે. લાલ બાગચાના રાજાના દર્શન માટો ભક્તો લાંબી લાઈનોમાં ઉભા રહીને પણ તેમના અચૂક દર્શન કરે છે. લાલ બાગચાના દર્શન કર્યા તો ગણેશ મહોત્સવ ન માણ્યો હોવાનું મુંબઇકરો માને છે. લાલ બાગચાના દર્શન માટે અનેક સેલિબ્રિટી પણ જતી હોય છે.

'લાલબાગચા રાજા' ગણપતિ મહોત્સવ માટે આ વર્ષે ચંદ્રયાનની થીમ પર પંડાલનો શણગાર કરવામાં આવ્યો છે. ભારતની 'ઈસરો' સંસ્થાનું મહત્વાકાંક્ષી ચંદ્રયાન -2 મિશનને લઈને મુંબઈના લાલબાગચા રાજનો શણગાર કરવામાં આવ્યો છે. મુંબઈના લાલબાગચા રાજા માત્ર મુંબઈમાં જ નહી પરંતુ દેશભરમાં પ્રસિદ્ધ છે.

લાલબાગ ચા રાજા એ મુંબઈનો સૌથી ફેમસ ગણેશ પંડાળ છે. તેની શરૂઆત 1934માં થઈ હતી. આ પંડાળમાં સેલિબ્રીટી શ્રદ્ધાળુઓ પણ ઉમટી પડે છે. લાખો લોકો રોજ દર્શન માટે આવે છે. આ પંડાળ મુંબઈના લાલબાગ માર્કેટમાં જીડી આંબેડકર રોડ પર થાય છે. અહીં જવા માટે તમારે ચિંચપોકલી કે કરી રોડ અથવા તો લોઅર પરેલ સ્ટેશન પર ઉતરીને જઈ શકો છે.

Next Story