નેપાળમાં ૧૮ ઓગષ્ટથી લદાશે નવો કાયદો: ચલણ પર જો લખાણ હશે તો થશે જેલ...!

New Update
નેપાળમાં ૧૮ ઓગષ્ટથી લદાશે નવો કાયદો: ચલણ પર જો લખાણ હશે તો થશે જેલ...!

નેપાળમાં નોટોનું આયુષ્ય વધારવા નવો કાયદો અમલમાં આવશે

નોટ પર લખવા, ફાડવા કે લાઈન દોરવાના ગુના બદલ ત્રણ મહિનાની જેલ તેમજ ૫,૦૦૦ દંડ થઈ શકે.

નેપાળ સરકારે દેશની ચલણી નોટો પર લખવા, ફાડવા, સળગાવા કે તેના પર લાઇન દોરવાને પણ અપરાધની શ્રેણીમાં ગણાવ્યું છે. નેપાળ સરકાર જાહેરાત કરી છે કે આ નિયમને ૧૮ ઓગસ્ટથી દેશમાં લાગુ કરાશે, ક્રિમિનલ પ્રોસિજર કોડ એક્ટ ૨૦૦૭ મુજબ દેશની કરન્સી નોટ કે સિક્કાઓને કોઇ પણ જાતનું નુકશાન પહોંચાડતા ત્રણ મહિનાની જેલ અને ૫૦૦૦ નેપાળી રૂપિયા દંડ રૂપે લેવાશે.

આ સંદર્ભે નેપાળ રાષ્ટ્ર બેંક, સેંટ્રલ બેંકે બુધવારે પોતાની બધી જ શાખાઓને નિર્દેશ આપ્યો છે કે તેઓ આ નવા નિયમને લાગુ કરવા ખાતરી કરે. એનઆરબીના નોટ વ્યવસ્થા વિભાગના પ્રમુખ લક્ષ્મી પ્રપાન્ના નિરૌલાએ ગુરૂવારે જણાવ્યું કે આ કાયદો લાગુ થવાથી ચલણ લાંબો સમય સુધી સલામત રહેશે જેનાથી એનઆરબીના કરન્સી છાપવાના ખર્ચમાં બચત થશે.

અત્યાર સુધી નેપાળમાં માત્ર નકલી ચલણ પર જ કાયદો હતો, પહેલી વાર નેપાળ સરકારે વર્તમાન ચલણને કોઇ નુકસાન કરવા પર નિયમ લાગુ કર્યા છે. હાલમાં નેપાળમાં ૨૮ હજાર કરોડ (૪૫૮ અરબ નેપાળી ચલણ) ચલણમાં છે. જેમાં ૩૦ ટકા જેટલી નોટો પર લાઇન ખેંચવા અને ઉપર લખવાને લીધે ખરાબ થઇ ગઇ છે.

Read the Next Article

અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા કરનાર વિદ્યાર્થીની ચેટ આવી સામે

સેવન્થ ડે સ્કૂલમાં 8માં ધોરણના વિદ્યાર્થીએ નાના ઝઘડામાં 10માં ધોરણના વિદ્યાર્થીને છરી મારીને હત્યા કરવામાં આવી આરોપીએ ચેટમાં હત્યા કરી હોવાનું કબૂલ્યું

New Update
Seventh Day School Khokhra

અમદાવાદના ખોખરામાં આવેલી સેવન્થ ડે સ્કૂલમાં 8માં ધોરણના વિદ્યાર્થીએ નાના ઝઘડામાં 10માં ધોરણના વિદ્યાર્થીને છરી મારીને હત્યા કરવામાં આવી હતી તપાસમાં હત્યારા વિદ્યાર્થીએ ઘટના બાદ જે સોશિયલ મીડિયા પર ચેટ કરી હતી તે પોલીસના હાથે લાગી છે અને તેમાં ખુલાસો થયો છે જેમાં આરોપીએ ચેટમાં હત્યા કરી હોવાનું કબૂલ્યું છે.

Seventh Day School Khokhra

મૃત વિદ્યાર્થીએ તેને તું કોન હૈ ક્યાં કર લેગા? તેમ કહ્યું હતું એટલે મેં ચાકુ માર્યુ તેવી ચેટ જોવા મળી છે. સામેના શખ્સે કહ્યું કે સામેના શખ્સે કહ્યું, અરે તો ચાકૂ થોડી મારના હોતા હૈ...આ ચેટ તેના કોઇ મિત્ર અથવા ભાઇ સાથેની હોઇ શકે છે. સામે જે શખ્સ છે તેણે આરોપીને અંડરગ્રાઉન્ડ થવાની સલાહ આપી હતી.

ઉલ્લેખનીય છે કે સમગ્ર રાજ્યમાં ચકચાર જગાવનારા આ બનાવની તપાસ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને સોંપાઇ છે. ક્રાઈમ બ્રાંચના પીઆઈ એસ જે જાડેજા આ હત્યાની તપાસ કરી રહ્યા છે.