/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/08/Untitled-1-copy.jpg)
નાણા ભર્યા પછી યુવતીનાં કાકાએ ઓએનજીસીમાં જાતે જઈને તપાસ કરતાં સમગ્ર બાબતનો ભાંડો ફૂટ્યો હતો
અંકલેશ્વરનાં ગુજરાત હાઉસીંગ બોર્ડ વિસ્તારમાં રહેતા પરિવારની યુવતીને ઓએનજીસીમાં નોકરી અપાવવાના બહાને એક શખ્સે વારા ફરતી રૂપિયા 5,06,000 પડાવી છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ અંકલેશ્વર શહેર પલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જે સંદર્ભે પોલીસે તપાસ કરતાં ભેજાબાજને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
બનાવની પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વર શહેરના ગુજરાત હાઉસીંગ બોર્ડમાં દિવ્યાબેન ઉમર વર્ષ 19ના તેમના માતા પિતા સાથે રહે છે. દિવ્યાબેને આરકીટેક એન્જિયરીંગ સુધીનો અભ્યાસ કર્યો છે. જે બાદ ભણતરને અનુરૂપ તેઓ અંકલેશ્વર જીઆઈડીસીમાં કામ કરતા હતાં. દોઢેક વર્ષ પહેલાં તેમની મુલાકાત સુરત ખાતે રહેતા કુમાર આનંદ પ્રસાદ મહાવીર સ્વામી સાથે થઈ હતી. મહાવીસ સ્વામીએ દિવ્યાબહેને આર્કીટેકને લગતુ કામ અપાવતા હતા. તેનું વળતર પણ તેઓ લઈ લેતા હતાં.
નવેક માસ પહેલાં ઓએનજીસીમાં મારી ઘણી ઓળખાણ છે. તમને નોકરી ઓએનજીસીમાં અપાવી દઈશ તેમ જણાવ્યું હતું. અને તમારે નોકરી પર લાગવુ હોય તો ઓએનજીસીના સાહેબને પૈસા આપવા પડશે તેમ કહ્યું હતું. વળી દિવ્યા બહેને ઓએનજીસીની વેબસાઈટ ખોલીને જોતાં ઓનલાઈન મુકાયેલી સિવિલ ડ્રાફટમેનની જગ્યા ખાલી હોવાથી નોકરી મળી જશે તેમ લાગતા તેમણે આનંદ પ્રસાદ મહાવીર સ્વામીને નોકરી માટે વાત કરી હતી. બાદમાં નોકરી મેળવવા માટે ઓએનજીસીના સાહેબને સાતેક લાખ રૂપિયા આપવા પડશે તેમ જણાવ્યું હતું.
બાદમાં દિવ્યાબહેનના કાકાએ 9 ડિસેમ્બર 2017ના રોજ 1,40,000 રેકડા, 17 ડિસેમ્બર 2017ના રોજ 70,000 અને કેનેરા બેંકના ખાતા 25000 જમા કરાવ્યા હતાં. ગત 9 જાન્યુઆરી 2018ના રોજ 1,00,000 રૂપિયા રોકડા આપ્યા હતાં. ફરીથી કુમાર આનંદે કહ્યું કે, મારી સાહેબ સાથે વાત થઈ ગઈ છે તમે હજુ બીજા 49000 રૂપિયા જમા કરાવો પછી તમારો કોલ લેટર આવી જશે. તેમ જણાવતાં 10 ફેબ્રુઆરી 2018ના રોજ 80000 રૂપિયા કાકાની દુકને આવીને લઈ ગયા હતાં.
ત્રીજા મહિનામાં દિવ્યાબહેનનાં કાકા પાસે વધુ 10,000 ની માંગણી કરતાં સગવડ ન હોવાના કારણે ફ્રેન્ડના ખાતામાંથી રૂપિયા ઓનલાઈન ટ્રાન્સ્ફર કરાવ્યા હતાં. અને 25 એપ્રિલ 2018ના રોજ 32,000 જમા કરાવ્યા હતાં. આમ કુલ મળી 5,06,000 રૂપિયાની ચુકવણી કરી નોકરી મેળવવાનો વિશ્વાસ જીતી લીધો હતો. જોકે બાદમાં દિવ્યાબહેનનાં કાકાએ જાતે જ ઓએનજીસીમાં તપાસ કરતા આવો કોન્ટ્રાકટ અને પ્રમુખ સ્વામી નામનો કોઈ શખ્સ ઓએનજીસીમાં નોકરી કરતો નથી. ઓએનજીસીમાં પહોંચીને ફોન કરતાં તે ગંધાર હોવાનું જણાવ્યું હતું. સ્વામીને થોડા થોડા દિવસે ફોન કરવા છતાં તે ફોન ઉપાડતો ન હોવાથી તેઓ છેતરાયા હોવાનું જણાયું હતું. જે અંગેની ફરિયાદ અંકલેશ્વર શહેર પોલીસમાં નોંધાવી હતી. ફરિયાદનાં આધારે પોલીસે કુમાર આનંદ પ્રસાદ સ્વામીને ઝડપી પાડી આગળની તપાસ હાથ ધરી છે.