/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/08/Untitled-1-copy.JPG-2.jpg)
પોલીસની રેડ દરમિયાન જુગારીયાઓમાં નાસભાગ
રાજકોટ શહેર ક્રાઈમ બ્રાંચ બાતમીના આધારે મોરબી રોડ સ્થિત ઠાકોરદ્વાર સોસાયટીના ચંપાબેન મકવાણાના મકાનમાં રેડ કરી હતી. પોલીસે મકાનમાં જુગાર રમી રહેલા ૬ જુગારીઓને ૪૪૫૭૦ના મુદ્દામાલ સાથે ઝડપી પાડયાં હતાં.
બનાવની પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર રાજરોટ શહેર ક્રાઈમ બ્રાંચ પોલીસને બાતમી મળી હતી કે, મોરબી રોડ પર આવેલ દવાર સોસાયટીના ચંપાબેન મકવાણાના મકાનમાં ગેરકાયદે પાનાપત્તાનો જુગાર રમાઇ રહ્યો છે. બાતમીના આધારે પોલીસે ૧૧ ઓગસ્ટે રાત્રિના ૧૦.૩૦ના કલાકે સ્થળ પર પહોંચી જઈ રેડ કરી હતી. પોલીસે રેડ કરતા જુગારીઓમાં નાસભાગ મચી જવા પામી હતી.
પોલીસે સ્થળ પરથી ૬ જુગારીઓ ઝડપી પાડયા હતાં. જુગારીયાઓ પૈકી ભરત મકવાણા ઉ.વ. ૨૦ રહે. ભગવતીપરા શેરી, અમીત ઉર્ફે જીણો સોલંકી રહે. ઉ.વ. ૨૭, ભગવતીપરા, અમીત ઉર્ફે બોરીયા આહીર ઉ.વ. ૨૮ ભગવતીપરા, મુળુ બકુત્રતા આહીર ઉ.વ.૩૮ રહે.કોઠારીયા-રાજકોટ, વસંત ભરવાડ ઉ.વ.૩૨ સોમનાથ શેરી-૨-રાજકોટ અને હિતેષ ચાવડા ઉ.વ. ૨૯ને લોકો કોલોની-રાજકોટવાળાને સ્થળ પરથી ઝડપી પાડયા હતાં. પોલીસે સ્થળ પરથી દાવ પર લાગેલા ૪૪૫૭૦ તથા પાનાપત્તાના ૫૨ નંગ કબ્જે લઈ તમામ વિરૂધ જુગરધારા મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.